ભાજપ બાદ મનસેના ઉમેદવારોના નામ થયા જાહેર, જાણો રાજ ઠાકરેએ શું કહ્યું…
મુંબઈઃ ભાજપે ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડયા બાદ અન્ય પક્ષોની યાદીની રાહ જોવાઈ રહી છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ પણ નામ જાહેર કર્યા છે.
આ પણ વાંચો : RSS માટે રાજ ઠાકરેનો પ્રેમ? જાણો શું કહ્યું રાજ ઠાકરેએ વખાણમાં…
રાજ ઠાકરેએ સોમવારે બે ઉમેદવારોની જાહેરાત કરી. રાજુ પાટિલ કલ્યાણ ગ્રામીણમાંથી ચૂંટણી લડશે જ્યારે થાણે માટે અવિનાશ જાધવનું નામ ઠાકરેએ જાહેર કર્યું હતું.
આ પણ વાંચો : તો.. તો હવે ઉદ્ધવ ઠાકરેના પિતરાઇ ભાઇ રાજ ઠાકરે સાથેના સંબંધો સુધરી જશે….!
રાજ ઠાકરેએ કલ્યાણ ગ્રામીણ વિધાનસભા મત વિસ્તારના એમએનએસના વર્તમાન ધારાસભ્ય પ્રમોદ ઉર્ફે રાજુ પાટિલની ચૂંટણી પ્રચાર કચેરીના ઉદ્ઘાટન દરમિયાન બંને ઉમેદવારોના નામ જાહેર કર્યા. રાજુ પાટિલ કલ્યાણ ગ્રામીણ બેઠક પરથી ફરી ચૂંટણી લડશે જ્યારે જ્યારે અવિનાશ જાધવ થાણે વિધાનસભા મત વિસ્તારમાંથી લડશે. ઠાકરેએ તેમના નોમિનેશન ક્યારે ભરાશે તે પણ જાહેર કર્યું હતું અને પોતે હાજર રહેશે તેમ પણ જણાવ્યું હતું.
આ પણ વાંચો : વન નેશન, વન ઈલેક્શન મુદ્દે રાજ ઠાકરેએ આપી કંઈક આવી પ્રતિક્રિયા કે…
રાજ ઠાકરેએ ભાષણ આપતા જણાવ્યું હતું કે મેં એક નવું ઘર લીધું છે લોકો મારે ઘરે આવતા ત્યારે જગ્યા નાની પડતી, પણ હવે તમારા બધાની અહીં ભીડ જોઈને લાગે છે કે મારે વધારે એક મોટી ગજ્યા લેવી પડશે.
આ પણ વાંચો : રાજ ઠાકરેનો શું છે ‘ગેમ પ્લાન’? નેસ્કો ગ્રાન્ડની સભા પર કેમ છે બધાની નજર?
રાજ ઠાકરેએ વધુમાં વધુ કહ્યું કે મનસેની યાદી અંતિમ તબક્કામાં છે અને એકાદ દિવસમાં તેઓ નામ જાહેર કરશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં આરક્ષણની જરૂર નથી: રાજ ઠાકરેનું નિવેદન વિવાદમાં
અત્રે ઉલ્લેખનીય છે કે 2019ની ચૂંટણીમાં રાજ ઠાકરેના પક્ષનો માત્ર એક વિધાનસભ્ય ચૂંટાઈને આવ્યો હતો. રાજ ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ થઈ હતી, પરંતુ હજુ સુધી આવા કોઈ જોડાણની જાહેરાત થઈ નથી.