Mukesh Ambani નો રાઈટ હેન્ડ છે આ શખ્સ, કાર કલેક્શન પણ છે એકદમ દમદાર…

દુનિયાભરના ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમનો પરિવાર હંમેશા જ પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ શું તમને ખબર છે કે મુકેશ અંબાણીના રાઈટ હેન્ડ કોણ છે? નહીં ને? ચાલો આજે તમને એ વિશે જણાવીએ-
આ પણ વાંચો : Isha Ambani નહીં પણ અંબાણી પરિવારની આ મહિલા છે Mukesh Ambaniનું લકી ચાર્મ…
મુકેશ અંબાણીના રાઈટ હેન્ડ છે મનોજ મોદી (Manoj Modi). મનોજ મોદી મુકેશ અંબાણીની સાથે પડછાયાની રહે છે અને દરેક મોટી ડીલ્સમાં પણ સામેલ હોય છે. વાત કરીએ મનોજ મોદીની તો મનોજ મોદી અને મુકેશ અંબાણીએ મુંબઈ યુનિવર્સિટીમાંથી જ કેમિકલ્સમાં એન્જિનિયરિંગ કર્યું છે, એટલે એવું કહી શકાય કે મુકેશ અંબાણી અને મનોજ મોદી બંને સ્કુલ-કોલેજના દિવસોથી સાથે છે.
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવેલા દાવા અનુસાર મનોજ મોદી રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના ડિરેક્ટર છે અને એવું પણ કહેવાય છે કે જિયોને દેશની સૌથી મોટી વેલ્યુએબલ કંપની બનાવવામાં એમનો મોટો હાથ છે. મુકેશ અંબાણી માટે મનોજ મોદી ખૂબ જ મહત્ત્વના છે. હાલમાં જ મનોજ મોદીને મુકેશ અંબાણીએ 1,500 કરોડ રૂપિયાનું ઘર ભેટમાં આપ્યું હતું અને આ પરથી એવું કહી શકાય છે મનોજ મોદી અંબાણી પરિવારની ખૂબ જ નજીક છે અને મુકેશ અંબાણી માટે તેઓ પરિવારના સભ્ય સમાન જ છે.
આ પણ વાંચો : એટલે હંમેશા White Shirt પહેરવાનું પસંદ કરે છે Mukesh Ambani? કારણ જાણીને ચોંકી ઉઠશો…
કોઈ પણ મોટી મોટી ડીલ્સ સમયે મનોજ મોદી મુકેશ અંબાણીની સાથે જ હોય છે. મુકેશ અંબાણી મનોજ મોદી પર ખૂબ જ ભરોસો કરે છે અને મનોજ મોદી પણ મુકેશ અંબાણીનું દિલ અનેક વખત જિત્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મનોજ મોદીએ પહેલાં ધીરુભાઈ અંબાણી માટે પોતાની સેવાઓ આપી હતી અને બાદમાં મુકેશ અંબાણી સાથે બિઝનેસમાં જોડાયા હતા.
એક રિપોર્ટમાં એવું જાણવા મળ્યું હતું કે મનોજ મોદીના આલિશાન ઘરમાં સાત માળ સુધી તો ખાલી પાર્કિંગ છે અને એ પરથી એ વાતની સાબિતી મળે છે કે અંબાણીર પરિવારની જેમ મનોજ મોદી પાસે પણ લક્ઝુરિયર કારનું કલેક્શન છે.