માનખુર્દ-શિવાજીનગરમાં અનામત લોટરી સામે નારાજગી:

મુંબઈ: મુંબઈ મહાનગરપલિકાની આગામી ચૂંટણી માટે ૧૧ નવેમ્બર, ૨૦૨૫ના જાહેર થયેલી અનામત લોટરી બાદ અનેક ઈચ્છુક ઉમેદવારોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.
અનેક વોર્ડમાં ઉલટપુલટ થઈ જતા ભૂતપૂર્વ નગરસેવકોથી લઈને ઈચ્છુકોએ હવે ચૂંટણીપંચને ઘેરી રહી છે, જેમાં ખાસ કરીને માનખુર્દ-શિવાજીનગરમાં ચારે-ચાર વોર્ડ ઓબીસી માટે અનામત થઈ જતા અન્ય ઈચ્છુક ઉમેદવારો આગામી પાંચ વર્ષ માટે તક ચૂકી ગયા હોવાથી નારાજ થઈ ગયા છે અને લોટરીને ગોવંડી સિટિઝન્સ વેલફેર ફોરમે રાજ્યના ચૂંટણીપંચ અને મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીને કાયદેસરની નોટિસ મોકલી છે. લોટરીમાં રાજકીય હસ્તક્ષેપ થયા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.
આપણ વાચો: મુંબઈ મહાનગરપાલિકા-૨૦૨૫ની ચૂંટણી માટે અનામતની લોટરી સંપન્ન
મહાનગરપાલિકાના એમ-પૂર્વ વોર્ડમાં કુલ ૧૫ વોર્ડ છે, તેમાંથી માનખુર્દ-શિવાજીનગર વિધાનસભા મતદારસંઘમાં વોર્ડ ૧૩૫,૧૩૬,૧૩૭ અને ૧૩૮માં ઓબીસી આરક્ષણ લાગુ પડયું છે.
પાલિકાની ૨૦૧૭ની ચૂંટણીમાં વોર્ડ ૧૩૫ અને ૧૩માં સર્વસાધારણ મહિલા માટે આરક્ષિત હતું. તો વોર્ડ ૧૩૭માં ઓબીસી અને ૧૩૮માં સામાન્ય શ્રેણી માટે હતું પણ આ વખતે ચારેય વોર્ડમાં ઓબીસી આરક્ષણ લાગુ થતા ઈચ્છુકો નિરાશ થઈ ગયા છે.
ગોવંડી ન્યૂ સંગમ વેલફેર સોસાયટીએ આ સંદર્ભમાં રાજ્ય ચૂંટણી પંચ અને પાલિકા કમિશનરને નોટિસ મોકલી છે. ૧૩૫,૧૩૬,૧૩૮ અને ૧૩૮માં સામાન્ય અને લઘુમતી મતદાર સંઘની સંખ્યા વધુ હોવાથી આ વોર્ડમાં આરક્ષણ માટેની લોટરી ફરી કાઢવાની માગણી કરવામાં આવી છે.
આપણ વાચો: મુંબઈના ૨૨૭ વોર્ડમાંથી કયા વોર્ડ અનામત થશે?
એમ-પૂર્વ વોર્ડમાં વોર્ડ ૧૩૫થી ૧૩૮માં નવી મતદારયાદી અને જનગણના આંકડા પર આધઆરિત જાતિ મુજબ લોકસંખ્યાની તપાસ કરવી અને જયાં આવશ્યક છે ત્યાં ફરી લોટરી કાઢીને સાામન્ય અથવા અન્ય જાતિ માટે અનામત કરવો એવી માગણી પણ તેઓએ કરી છે. તેમ જ અનામત પ્રક્રિયામાં રાજકીય હસ્તક્ષેપ અથવા પ્રશાસકીય હસ્તક્ષેપ થયો હોવા બાબતે સ્વતંત્ર તપાસની પણ માગણી આ સંસ્થાએ કરી છે.
ચારેય વોર્ડમાં સળંગ ઓબીસી અનામત લાગુ થવાથી રાજકીય હસ્તક્ષેપ દેખાઈ આવે છે. અનામત લોટરી પદ્ધતિને કારણે સામાન્ય અને લઘુમતી સમાજના ઉમેદવારોને તેમના પોતાના વિસ્તારમાં ચૂંટણી લડવાનો અધિકાર છીનવાઈ ગયો છે એવી નારાજગી પણ સંસ્થાએ વ્યક્ત કરી હતી.



