આઇટીઆઇમાં હવે મેનેજમેન્ટ સહિત 20 નવા અભ્યાસક્રમો ભણાવાશે
આ તારીખશી શરૂ થશે એડમિશન પ્રક્રિયા

મુંબઈ: આઇટીઆઇમાં ભણતા વિદ્યાર્થીઓ સક્ષમ ઉદ્યોગસાહસિક બને એ હેતુથી આઇટીઆઇ ઇન્સ્ટિટ્યૂશનમાં શોર્ટ ટર્મ મેનેજમેન્ટ કોર્સ શીખવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ આપી હતી.
આયટીઆયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત, અન્ય વિદ્યાર્થીઓ પણ આ કોર્ષમાં પ્રવેશ લઈ શકશે. મેનેજમેન્ટ કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયા ૧૫ સપ્ટેમ્બરથી શરૂ થશે.
આપણ વાંચો: વિદ્યાર્થીઓને ઘરકામ માટે દબાણ કરવા બદલ લાતુર આઇટીઆઇની પ્રોફેસરને સસ્પેન્ડ કરાઇ
આમાં મેનેજમેન્ટ કોર્સ સહિત ૨૦ નવા શોર્ટ ટર્મના કોર્ષ શરૂ કરવામાં આવશે જેમ કે બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટિંગ મેનેજમેન્ટ, પ્રોડક્શન મેનેજમેન્ટ, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ અને બિહેવિયરલ મેનેજમેન્ટ. આ કોર્સ આઇટીઆઇ વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક રહેશે.
આઇટીઆઇ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને વધુ સારી તાલીમ આપવા માટે, મેનેજમેન્ટના પાંચ અભ્યાસક્રમો સહિત ૨૦ નવા શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવામાં આવશે. આમાંથી સોફ્ટ સ્કિલના પાંચ અભ્યાસક્રમો, સર્વિસ સેક્ટરના પાંચ અને ન્યૂ એજના પાંચ નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે. આ બધા કોર્સ ૧૫ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે.
ન્યૂ એજ અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા ૬ ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે. ન્યૂ એજ અભ્યાસક્રમની મેરિટ યાદી ૧૨ ઓગસ્ટે સાંજે પાંચ વાગ્યે જાહેર કરવામાં આવશે. ઉપરાંત, સિલેક્શન યાદી ૧૩ ઓગસ્ટે સાંજે પાંચ વાગ્યે જાહેર કરવામાં આવશે. સિલેક્શન યાદીમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓએ ૧૪થી ૧૯ ઓગસ્ટ દરમિયાન સાંજે ૫ વાગ્યા સુધી કોલેજમાં જઈને પ્રવેશ લેવાનું રહેશે.