ઉલ્હાસનગરમાં સેલ્ફી લેવાને બહાને ત્રણ બાળકીનો વિનયભંગ: નરાધમ પકડાયો…

થાણે: ઉલ્હાસનગરમાં સ્કૂલે જવા માટે રિક્ષાની રાહ જોતી ઊભેલી ત્રણ બાળકીનો સેલ્ફી લેવાને બહાને વિનયભંગ કરવા બદલ પોલીસે 37 વર્ષના આરોપીની ધરપકડ કરી હતી.
Also read : પાલકપ્રધાન મુદ્દે ખેંચતાણ યથાવત્: શિવસેના નારાજ થતા મામલો પહોંચ્યો અમિત શાહના દરબારમાં
પોલીસના જણાવ્યા અનુસાર ઉલ્હાસનગરના ઓટી સેક્શન વિસ્તારમાં શુક્રવારે આ ઘટના બની હતી. આઠ અને 10 વર્ષની ત્રણેય બાળકી સ્કૂલ જવા માટે ઘરે નીકળી હતી. તેઓ રિક્ષાની રાહ જોતી ઊભી હતી ત્યારે એ જ વિસ્તારમાં રહેનારો આરોપી ત્યાં આવ્યો હતો.
વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર (ક્રાઇમ) વિક્રમ ગૌડે જણાવ્યું હતું કે આરોપીએ સેલ્ફી લેવાને બહાને બાળકીઓનો વિનયભંગ કર્યો હતો.
આરોપીના કૃત્યથી ડરી ગયેલી બાળકીઓ સ્કૂલ બેગ ત્યાં જ છોડીને ભાગી છૂટી હતી. તેઓ એક બાળકીને ઘરે જઇને છુપાઇ ગઇ હતી. આરોપી પણ ઘરમાં કોઇ ન હોવાનો લાભ લઇને અંદર ઘૂસ્યો હતો અને બાળકીઓને અયોગ્ય સ્પર્શ કર્યો હતો. તેણે ફરી બાળકીઓ સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો.
બાળકીઓએ બૂમાબૂમ કરી મૂકતાં પડોશીઓ ત્યાં દોડી આવ્યા હતા અને આરોપીને તેમણે પકડી પાડ્યો હતો. આરોપીને બાદમાં પોલીસને હવાલે કરાયો હતો.
Also read : એકનાથ શિંદેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: બુલઢાણાથી બે પકડાયા
દરમિયાન બાળકીઓની ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ શુક્રવારે રાતે ભારતીય ન્યાય સંહિતા, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ તથા શિડયુલ્સ કાસ્ટ એન્ડ શિડયુલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)