માલેગાંવ બ્લાસ્ટ પછી કોંગ્રેસે હિન્દુઓને આતંકવાદી તરીકે ચિતરવાનો પ્રયાસ કર્યો: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે એવો આરોપ લગાવ્યો હતો કે 2008ના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ પછી કોંગ્રેસે હિન્દુઓને આતંકવાદી તરીકે ચિતરવાનો પ્રયાસ કર્યો હતો અને આરએસએસ અને હિન્દુત્વવાદી સંગઠનોના પદાધિકારીઓને યોજનાબદ્ધ રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા.
નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે પત્રકારો સાથે વાત કરતા એવો દાવો કર્યો હતો કે તત્કાલીન યુપીએ સરકાર વોટ બેંકની રાજનીતિમાં સામેલ હતી અને જ્યારે વિશ્ર્વમાં ઈસ્લામિક ઉગ્રવાદીઓ દ્વારા આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા હતા ત્યારે ‘હિન્દુ આતંકવાદ’ અને ‘ભગવા આતંકવાદ’ જેવા શબ્દોનો ઉપયોગ કરતી હતી.
આપણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેની પાંખો કાપી નાખી…
વિસ્ફોટ કેસમાં આરએસએસના વડા મોહન ભાગવતની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાના ભૂતપૂર્વ એટીએસ અધિકારીના દાવા અંગે પૂછવામાં આવતાં, મુખ્ય પ્રધાને કહ્યું હતું કે આ કેસ પાછળનું કાવતરું બધાની સામે ખુલ્લું પડી રહ્યું છે.
મુંબઈની એક ખાસ અદાલતે ગુરુવારે વિસ્ફોટના કેસમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત સહિત તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા અને નોંધ્યું કે તેમની સામે ‘કોઈ વિશ્ર્વસનીય અને મજબૂત પુરાવા’ નથી.
આપણ વાંચો: ‘બાળાસાહેબ જે ન કરી શક્યા, તે દેવેન્દ્ર ફડણવીસે કર્યું’: રાજ ઠાકરે
ફડણવીસે કહ્યું હતું કે ‘હિન્દુ આતંકવાદની થિયરી સરકાર સંતુલન સાધી રહી છે એવું એક ચોક્કસ સમુદાયને દાખવવા માટે બનાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ આરએસએસના પદાધિકારીઓ અને હિન્દુત્વવાદીઓને નિશાન બનાવવાનું કાવતરું હતું, અને તેમાંથી કેટલાકની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે, તેમની સામે કોઈ પુરાવા મળ્યા નથી.
‘મને લાગે છે કે હવે તેમનું કાવતરું ખુલ્લું પડી રહ્યું છે. તે સમયે પણ ઇસ્લામિક આતંકવાદ હતો અને આજે પણ છે, પરંતુ કોઈએ એવું કહ્યું ન હતું કે બધા મુસ્લિમો આતંકવાદી છે. જોકે, કોંગ્રેસે તે સમયે બધા હિન્દુઓને આતંકવાદી તરીકે દેખાડવાના પ્રયાસો કર્યા હતા,’ એમ ફડણવીસે કહ્યું હતું.