માલેગાંવ બ્લાસ્ટ કેસમાં 17 વર્ષે ચુકાદો; પ્રજ્ઞા સિંહ ઠાકુર સહીત તમામ 7 આરોપી નિર્દોષ જાહેર | મુંબઈ સમાચાર

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં 17 વર્ષે ચુકાદો; પ્રજ્ઞા સિંહ ઠાકુર સહીત તમામ 7 આરોપી નિર્દોષ જાહેર

મુંબઈ: 17 વર્ષ બાદ માલેગાંવ બોમ્બ બ્લાસ્ટનો ચુકાદો આવ્યો છે, નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)ની સ્પેશિયલ કોર્ટે તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

અહેવાલ મુજબ ચુકાદામાં કોર્ટે જણાવ્યું કે બોમ્બ ક્યાં મૂકવામાં આવ્યો હતો તે સાબિત થયું નથી, પુજારી RDX લાવ્યા હતા તે પણ સાબિત થયું નથી.

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં ભાજપના પૂર્વ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાય, અજય રહીરકર, સમીર કુલકર્ણી, સુધાકર ચતુર્વેદી અને સુધાકર ધર દ્વિવેદીને આરોપી બનાવવામાં આવ્યા હતાં, અનલોફુલ એક્ટીવીટી (પ્રિવેન્શન)એક્ટ, 1967 (UAPA) અને આતંકવાદ વિરોધી કાયદા હેઠળ તેમને પર આરોપ મૂકવામાં આવ્યા હતાં. હવે NIA કોર્ટે તમામને નિર્દોષ ઠેરવ્યા છે.

26 સપ્ટેમ્બર, 2008ના રોજ મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં આવેલા માલેગાંવના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારના વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ રમઝાન મહિના દરમિયાન થયો હતો. અહેવાલ મુજબ હિન્દુ તહેવાર નવરાત્રી પહેલા મુસ્લિમોના પવિત્ર મહિના રમઝાનમાં બોમ્બ બ્લાસ્ટ કરી સાંપ્રદાયિક વિખવાદો પેદા કરવાનો ઈરાદો હતો.

આપણ વાંચો:  મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: ગેરકાયદે બાંગ્લાદેશીના નકલી જન્મ પ્રમાણપત્રો 15 ઓગસ્ટ સુધીમાં રદ થશે

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button