આમચી મુંબઈ

મલબાર હિલના એલિવેટેડ ટ્રી વોક પાલિકા માટે કમાઉ દીકરો

મુંબઈ: દક્ષિણ મુંબઈના કમલા નહેરુ ઉદ્યાન અને ફિરોજશા મહેતા ઉદ્યાનમાં રવિવારના ખુલ્લો મુકવામાં આવેલા એલિવેટેડ ટ્રી વોકની ફક્ત બે દિવસમાં જ ૩,૪૦૦થી વધુ પર્યટકો મઝા માણી ચુક્યા છે.

મુંબઈગરાની સાથે જ પર્યટકોએ ૩૦ માર્ચ, રવિવારના ખુલ્લા મુકાયેલા ટ્રી વોક માટે ઓનલાઈન બુકિંગ કરવામાં પણ ઘસારો કર્યો છે. રવિવાર અને સોમવાર સતત બે દિવસ સાર્વજનિક રજા આવતા ઓનલાઈન ટિકિટનો સ્લોટ પણ હાઉસફૂલ થઈ ગયો હતો. તેમ જ આવતા અઠવાડિયા સુધીના સમય માટે પણ નાગરિકોએ ઓનલાઈન ટિકિટ બુક કરી નાખી છે.

આ પણ વાંચો:સારા વળતરની લાલચે મહિલા સાથે 3.75 કરોડ રૂપિયાની છેતરપિંડી…

મલબાર હિલમાં ૮૫ મીટર લંબાઈના અને ૨.૪ મીટર પહોળા એલિવેટેડ ટ્રી વોકની પહેલા જ દિવસે રવિવારે ૧,૦૫૩ લોકોએ મુલાકાત લીધી હતી અને તેનાથી પાલિકાએ ૨૬,૯૨૫ રૂપિયાની આવક થઈ હતી. તો સોમવાર, ૩૧ માર્ચના ૨,૩૪૬ નાગરિક અને પર્યટકોએ આ સ્થળની મુલાકાત લીધી હતી, જેનાથી પાલિકાને ૬૦,૩૦૦ રૂપિયાની આવક થઈ હતી.

નાગરિકો આ સ્થળની દરરોજ સવારના પાંચ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી મુલાકાત લઈ શકશે. ઓનલાઈન બુકિંગ માટે naturetrail.mcgm.gov.in આ વેબસાઈટ પરથી અથવા Book Now પરથી કરી શકાશે. ભારતીય નાગરિકો માટે ૨૫ રૂપિયા અને વિદેશી નાગરિકો માટે ૧૦૦ રૂપિયાની એન્ટ્રી ફી રાખવામાં આવી છે. ટ્રી વોક જોવા માટે એક કલાકનો સ્લોટ છે. તેમ જ ઓનલાઈન ટિકિટ રજિસ્ટ્રેશન કર્યા બાદ બારકોડની મદદથી જ પ્રવેશ મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button