ડિસેમ્બરમાં મલયેશિયાની પામતેલની આયાત 4.22 ટકા ઘટી…

મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના જાન્યુઆરી અને માર્ચ વાયદામાં અનુક્રમે 75 અને 78 સેન્ટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના માર્ચ વાયદામાં 13 રિંગિટનો સુધારો આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આયાતી તેલમાં ખાસ કરીને આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના ભાવમાં 10 કિલોદીઠ રૂ. 10 વધી આવ્યા હતા. તેમ જ દેશી તેલમાં મથકો પાછળ કપાસિયા રિફાઈન્ડ અને સરસવના ભાવમાં અનુક્રમે 10 કિલોદીઠ રૂ. 15 અને રૂ. 10 વધી આવ્યા હતા. જોકે, આજે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે એકંદરે કામકાજો પાંખાં રહ્યાં હતાં.
આ પણ વાંચો : ‘આજે પણ મને એ દિવસ યાદ છે…’ વાજપેયીની 100 મી જન્મજયંતિ પર વડા પ્રધાન મોદીનો લેખ…
સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના 10 કિલોદીઠ ભાવમાં ગોલ્ડન એગ્રીના રૂ. 1400, રૂચીના રૂ. 1345 અને ગોકુલના રૂ. 1320 ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે એડબ્લ્યુએલના સોયા રિફાઈન્ડના રૂ. 1215થી 1225 અને ઈમામીના આરબીડી પામોલિનના રૂ. 1330 અને સોયા રિફાઈન્ડના રૂ. 1230થી 1235 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો.
આજે કાર્ગો સર્વેયર ઈન્ટરટેક સર્વિસિસ દ્વારા જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી અનુસાર ગત પહેલી ડિસેમ્બરથી 25 ડિસેમ્બર દરમિયાન મલયેશિયાની પામતેલની નિકાસ આગલા નવેમ્બર મહિનાના સમાનગાળાના 12,00,421 ટન સામે 4.22 ટકાના ઘટાડા સાથે 11,49,749ટનની સપાટીએ રહી હોવાનું જણાવ્યું છે. આજે સ્થાનિકમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1340, સોયા રિફાઈન્ડના રૂ. 1240, સન રિફાઈન્ડના રૂ. 1340, સિંગતેલના રૂ. 1470, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1235 અને સરસવના રૂ. 1375ના મથાળે રહ્યા હતા.
આ પણ વાંચો : ફરી 5 રાજ્યના રાજ્યપાલની થઈ નિમણૂક, રાષ્ટ્રપતિએ મારી મંજૂરીની મહોર…
જ્યારે આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2280માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1425માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. વધુમાં આજે મધ્ય પ્રદેશનાં મથકો પર સોયાસીડની અંદાજે 1.10 લાખ ગૂણીની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. 3900થી 4350માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. 4300થી 4375માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ સિવાય આજે રાજસ્થાનનાં મથકો પર 85,000 ગૂણી સરસવની આવક સામે જયપુરની મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. 6375થી 6400માં થયા હતા, જ્યારે સરસવ એક્સ્પેલર અને કચ્ચી ઘાણીના અનુક્રમે 10 કિલોદીઠ રૂ. 1315 અને 1325માં તથા સરસવ ખોળના વેપાર ક્વિન્ટલે રૂ. 2420થી 2425માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.