આમચી મુંબઈ

WRમાં છઠ્ઠી લાઇનના બાંધકામને કારણે મલાડ સ્ટેશનના પ્લેટફોર્મ પર આ થશે ફેરફાર

મુંબઈઃ ગોરેગાંવ અને કાંદિવલી સ્ટેશનો વચ્ચે 6ઠ્ઠી લાઈનના કામના સંબંધમાં લાઈનો નાખવા માટે હાલની લાઈનોને કાપવા અને જોડવા માટે મેગા બ્લોક લેવામાં આવી રહ્યા છે. આ માળખાકીય કાર્યને કારણે મલાડ સ્ટેશન પર બોર્ડિંગ/ડિબોર્ડિંગ પ્લેટફોર્મ બદલવામાં આવશે.

હાલમાં ચર્ચગેટ તરફથી આવતી ડાઉન સ્લો લોકલ ટ્રેનોમાં ચડવા/ઉતરવા માટે મુસાફરો ડાબી બાજુ (પશ્ચિમ) પ્લેટફોર્મ નંબર એકનો ઉપયોગ કરે છે, તે હવે જમણી (પૂર્વ) બાજુ કરવામાં આવ્યું છે. ૧લી સપ્ટેમ્બર, ૨૦૨૪થી મુસાફરો જમણી બાજુથી બોર્ડ/ડીબોર્ડ કરશે.

એ જ રીતે જે હાલમાં વિરાર તરફથી આવતી ધીમી લોકલ ટ્રેનોમાં પ્લેટફોર્મ નંબર બે પર ચડવા/ઉતરવા માટે મુસાફરો ડાબી બાજુ (પૂર્વ) તરફનો ઉપયોગ કરે છે, તે હવે જમણી બાજુ (પશ્ચિમ) ખસેડાશે. ૮મી સપ્ટેમ્બર, ૨૦૨૪થી મુસાફરો જમણી બાજુથી બોર્ડ/ડીબોર્ડ કરશે.

પ્લેટફોર્મ નંબર ત્રણ, જે હાલમાં ચર્ચગેટ બાજુથી આવતી ડાઉન ફાસ્ટ લોકલ ટ્રેનોમાં ચઢવા/ઉતરવા મુસાફરો ડાબી બાજુ (પશ્ચિમ) આવે છે, તેના માટે મુસાફરો હવે જમણી બાજુ (પૂર્વ) નો ઉપયોગ કરશે. આ ફેરફાર મુજબ મુસાફરો ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૪થી જમણી બાજુથી બોર્ડ/ડીબોર્ડ કરી શકશે.

આ પણ વાંચો :હવે આ કારણે મધ્ય રેલવેની લોકલ ટ્રેન સેવા ખોરવાઇ…

અને પ્લેટફોર્મ નંબર ચાર, જેમાં વિરાર બાજુથી આવતી અપ ફાસ્ટ લોકલ ટ્રેનોમાં ચઢવા/ઉતરવા માટે મુસાફરો ડાબી બાજુ (પૂર્વ) તરફનો ઉપયોગ કરે છે, તે હવે જમણી બાજુ (પશ્ચિમ)નો ઉપયોગ કરવો પડશે. મુસાફરો માટે જમણી બાજુનો આ ફેરફાર ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૪થી લાગુ કરવામાં આવશે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button