હાઈ કોર્ટનો મોટો આદેશઃ માલાબાર ગોલ્ડ વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ્સ તરત હટાવવાના નિર્દેશ

મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે જ્વેલરી બ્રાન્ડ માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ લિમિટેડને યુકેમાં તેમની બ્રાન્ડને સમર્થન આપવા માટે પાકિસ્તાની મૂળના લંડન સ્થિત પ્રભાવકની નિમણૂક કરવા બદલ ટ્રોલ કરતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ ડિલીટ કરવાનો આદેશ આપ્યો છે. પોસ્ટ્સમાં કથિત રીતે જ્વેલરી બ્રાન્ડને “પાકિસ્તાન પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર” કહેવામાં આવી હતી.
પોતાના આદેશમાં ન્યાયાધીશ સંદીપ માર્નેએ જણાવ્યું હતું કે વચગાળાનો મનાઈ હુકમ આપવા માટે કેસ બનાવવામાં આવ્યો હતો અને પોસ્ટ્સ કાઢી નાખવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કંપની વિરુદ્ધ તેના ઉત્પાદનો અને વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે પ્રભાવકની નિમણૂક સંબંધિત કોઈપણ બદનક્ષીભરી સામગ્રીના પ્રકાશનને મંજૂરી આપશે નહીં.
આ પણ વાંચો : ધારાવી પુનર્વિકાસ: મીઠાના અગરની જમીન ટ્રાન્સફર વિરુદ્ધ PIL બોમ્બે હાઈ કોર્ટે ફગાવી…
મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ લિમિટેડે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ગુગલ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરાયેલી ઘણી પોસ્ટ્સ/સામગ્રી અને વાતો સામે હાઇ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં અલગ અલગ વ્યક્તિઓ દ્વારા કંપનીને પાકિસ્તાન સાથે જોડવામાં આવી હતી. અરજી મુજબ, પોસ્ટ્સમાં માલાબાર ગોલ્ડને પાકિસ્તાન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતી અને ખાસ કરીને તહેવારોની મોસમ દરમિયાન તેમના વેચાણને નુકસાન પહોંચતું હોવાનું જણાવાયું હતું .
બ્રાન્ડે હાઈ કોર્ટમાં આવી બદનક્ષીભરી પોસ્ટ ધરાવતા 442 URLની યાદી રજૂ કરી હતી અને વધુ પોસ્ટ્સ સામે મનાઈ હુકમ અને તેને કાઢી નાખવાની માંગ કરી હતી. અરજી મુજબ, બ્રાન્ડની યુનાઇટેડ કિંગડમ (યુકે)માં બર્મિંગહામમાં એક નવો શોરૂમ ખોલવાની યોજના હતી અને તેના પ્રચાર માટે તેણે ઇન્ફ્લ્યુએન્ઝરને રોકવા માટે JAB સ્ટુડિયોને રોક્યા હતા.
આ પણ વાંચો : બોમ્બે હાઈ કોર્ટે કસ્ટમ્સ વિભાગના કાન આમળ્યા, જાણો શું છે મામલો?
JAB સ્ટુડિયોએ એક પાકિસ્તાની ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લ્યુએન્ઝર અલીશ્બા ખાલિદને રોક્યા હતા, જે યુકેના રહેવાસી છે. ખાલિદે આ વર્ષની શરૂઆતમાં પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂરની જાહેરમાં નિંદા કરી હતી.
મલબાર ગોલ્ડે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે ખાલિદ પહેલગામ હુમલા (એપ્રિલમાં) પહેલા તેની શાખાના પ્રચાર માટે રોકાયેલી હતી. કંપનીને ખબર નહોતી કે તે મૂળ પાકિસ્તાનની છે, અને તેની સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. કંપનીએ દાવો કર્યો હતો કે કોઈ સમયે યુકે સ્થિત સોશિયલ મીડિયા પ્રભાવકની સેવાઓનો ઉપયોગ ફક્ત બદનક્ષીભરી સામગ્રી ફેલાવવાનું કારણ બની શકે નહીં.
(પીટીઆઈ)