આમચી મુંબઈ

માનો યા ના માનોઃ મહારાષ્ટ્રના 35 જિલ્લામાં આરોગ્ય વિભાગના વાહનોનું કૌભાંડ…

મુંબઈઃ મહારાષ્ટ્રના 35 જિલ્લામાં આરોગ્ય વિભાગમાં વાહન સંબંધિત મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ફક્ત કાગળ પર દેખાતા આ વાહનો માટે 11 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. રાજ્યના 35 જિલ્લામાં 1213 વાહન પૂરા પાડવાનું આ કૌભાંડ છે. જોકે, આરોગ્ય પ્રધાનને અંધારામાં રાખીને આ કૌભાંડ થયું હોવાની શંકા એક ન્યૂઝ ચેનલ દ્વારા કરવામાં આવી છે.

નવી સરકાર અને નવા આરોગ્ય પ્રધાનોએ અખત્યાર સંભાળ્યાના ફક્ત ચાર દિવસમાં વાહનોના કોન્ટ્રેક્ટનો વર્કઓર્ડર કાઢવામાં આવ્યો હતો. કોન્ટ્રેક્ટ મેળવનારા કોન્ટ્રેકટરના અનેક વાહનો ફક્ત કાગળ પર જ દોડી રહ્યા છે. આ સિવાય, તેમના દ્વારા શરતો-નિયમોનું પાલન પણ કરવામાં આવ્યું ન હોવાનું કહેવાઇ રહ્યું છે.

આ પણ વાંચો : નાગપુરમાં પોલીસ પર થયેલા હુમલા વિશે ભાજપના નિતેશ રાણેએ શું કહ્યું, જાણો?

તપાસ દરમિયાન ભંડારામાં 16 વાહન આપવામાં આવ્યા હોવાનું જણાયું હતું. ત્યારે એક વાહનનો નંબર ચેક કરતા તે એક સ્કૂટીનો નંબર હોવાનું જાણવા મળ્યું હતું. આ સિવાય જે અસ્તિત્વમાં હતો એ વાહનો દ્વારા ગામડાઓમાં મેડિકલ ચેકઅપ માટે ગયા હતા કે એમ તપાસ કરતા અમુક ગામના સરપંચે જ કહ્યું હતું કે આરોગ્ય વિભાગ તરફથી કોઇ પણ વાહન ચેકઅપ માટે આવ્યા નથી.

આ સિવાય જે વાહનો હતા તેમના ઇન્શ્યોરન્સ પૂરો થઇ ગયા હતા, તેમની પાસે ફિટનેસ સર્ટિફિકેટ પણ નહોતા. ભંડારા જિલ્લામાં જે વાહનો દોડી રહ્યા હતા તે 2019ના જૂના કોન્ટ્રેક્ટરોના વાહનો હોવાની આશ્ચર્યજનક બાબત જાણવા મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button