એટીએસની મોટી કાર્યવાહી: નવી મુંબઈમાં રહેતા પાંચ બાંગલાદેશી નાગરિકોની ધરપકડ

નવી મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટિ ટેરીરિઝમ સ્કવોડ (ATS) દ્વારા ગેરકાયદેસર રીતે નવી મુંબઈમાં રહેનાર પાંચ બાંગલાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. દેશમાં લોકસભા ચૂંટણી અને સીએએ લાગુ કર્યા બાદ આ બાબતે કોઈપણ હોનારત ન સર્જાય તે માટે એટીએસ દ્વારા ભારતમાં ગેરકાયદેસર રહેતા લોકો સામે કાર્યવાહી કરી તેમની ધરપકડ કરવામાં આવી રહી છે.
એટીએસ દ્વારા આખા દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટીએસના વિક્રોલી યુનિટ દ્વારા નવી મુંબઈના ઘનસોલી વિસ્તારમાં એક સ્પેશિયલ ઓપરેશન કરવામાં હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એટીએસને મળેલી એક ગુપ્ત માહિતીને આધારે કાર્યવાહી કરી પાંચ બાંગલાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી.
આ કાર્યવાહી અંગે એક અધિકારીએ કહ્યું હતું કે અટકાયત કરવામાં આવેલા બાંગલાદેશી નાગરિકોનીમાં આહત જમાલ શેખ (22), રેબુલ સમદ શેખ (40), રોની સોરીફૂલ ખાન (25), જુલૂ બિલાલ શરિફ (28) અને મહોમ્મદ મિનીર મોહમ્મદ સિરાજ મુલ્લા (49)ની એટીએસએ ધરપકડ કરી હતી.
આ દરેક બાંગલાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે બોર્ડર કોર્સ કરીને ભારતમાં આવ્યા હતા અને તે બાદ તેઓ નવી મુંબઈના ઘનસોલીમાં જનાઈ કમ્પાઉન્ડ અને શિવાજી તળાવ પાસે નજીક રહેતા હતા. આ બાંગલાદેશી નાગરિકો નવી મુંબઈના એક લાકડાની દુકાનમાં કામ કરતાં હતા, એવી માહિતી એક અધિકારીએ આપી હતી.
ભારતમાં ગેરરીતે ઘુસણખોરી કરનાર આ નાગરિકોને વિવિધ કલમો હેઠળ તેમની સામે ગુનાઓ નોંધી તેમની ધરપકડ કરવાની સાથે, આ રીતે હજુ કેટલા લોકો ઘુસણખોરી કરીને ભારતમાં આવ્યા છે, એ બાબતે એટીએસએ કાર્યવાહી હાથ ધરી છે.