મહારેરાની મોટી કાર્યવાહીઃ ૨૪૮ પ્રોજેક્ટ્સનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ

મુંબઈ: મહારેરા દ્વારા દર ત્રણ મહિને રજિસ્ટર્ડ પ્રોજેક્ટ વિશેની માહિતી અપડેટ કરવી ફરજિયાત છે. મહારેરાએ આ નિયમોનું ઉલ્લંઘન કરનારા પ્રોજેક્ટ્સ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. તદનુસાર, જ્યારે જાન્યુઆરીમાં નોંધાયેલા પ્રોજેક્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે હવે ફેબ્રુઆરીમાં નોંધાયેલા ૭૦૦ પ્રોજેક્ટ્સમાંથી, ૨૪૮ પ્રોજેક્ટ્સને તેમની માહિતી અપડેટ નહીં કરવા બદલ મહારેરા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. માર્ચમાં ૨૨૪ પ્રોજેક્ટે પણ આ નિયમનો ભંગ કર્યો હતો. તેથી આ પ્રોજેક્ટ સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.
રેરા એક્ટ મુજબ, દરેક પ્રોજેક્ટના સંબંધિત ડેવલપરે પ્રોજેક્ટમાં કેટલા મકાનો વેચવામાં આવ્યા છે, કેટલા મકાનો વેચાયા છે, કેટલો ખર્ચ થયો, યોજનામાં કોઈ ફેરફાર થયો છે કે કેમ? આ માહિતી ફોર્મ ૧, ૨ અને ૩ દ્વારા દર ત્રણ મહિને મહારેરાને સબમિટ કરવાની રહેશે.
આ માહિતી પછી ગ્રાહકો સુધી પહોંચાડવા માટે મહારેરાની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવે છે. પરંતુ મોટા પ્રમાણમાં આ નિયમનો ભંગ થતો હોવાથી મહારેરાએ હવે આવા પ્રોજેક્ટ્સ સામે કાર્યવાહી શરૂ કરી છે.
તેના મુજબ જાન્યુઆરીમાં નોંધાયેલા અને નિયમોનો ભંગ કરતા પ્રોજેક્ટ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફેબ્રુઆરીમાં ૭૦૦ પ્રોજેક્ટ્સમાંથી ૪૮૫ પ્રોજેક્ટને સેક્શન ૭ હેઠળ સસ્પેન્સન નોટિસ આપ્યા બાદ તેમની માહિતી અપડેટ કરી છે. મહારેરાએ તમામ નિયમનકારી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી માહિતી અપડેટ ન કરનારા ૨૪૮ પ્રોજેક્ટ્સની નોંધણી સસ્પેન્ડ કરી દીધી છે.
માર્ચમાં ૪૪૩ પ્રોજેક્ટ્સમાંથી ૨૨૪ પ્રોજેક્ટ્સે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં નિર્ધારિત માહિતી અપડેટ કરી નથી. તેથી, કલમ ૭ હેઠળ આ પ્રોજેક્ટ્સને સસ્પેન્શન નોટીસ જારી કરવામાં આવી છે. નોટિસ મળ્યાના ૩૦ દિવસની અંદર માહિતી અપડેટ નહીં કરે, તો તેમનું મહારેરા નોંધણી પણ સસ્પેન્ડ કરવામાં આવશે.