આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ‘મુખ્ય પ્રધાનની મારી લાડકી બહેન’ યોજના માટે આદેશ જારી

મહારાષ્ટ્ર સરકાર દ્વારા ‘મુખ્ય પ્રધાનની મારી લાડકી બહેન'(Majhi Ladki Bahin Yojana) યોજના માટે આદેશ જારી કરવામાં આવ્યો છે. જારી કરાયેલ સરકારી દરખાસ્તમાં જણાવવામાં આવ્યું છે કે ‘મુખ્ય પ્રધાન મારી લાડકી બહેન યોજના’ના લાભાર્થીઓની વાર્ષિક કૌટુંબિક આવક 2.5 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે આ યોજનાની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ્ય 21-60 વર્ષની વય જૂથની પરિણીત, છૂટાછેડા લીધેલી અને નિરાધાર મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા આપવાનો છે.

આ પણ વાંચો: બુલડોઝરની ઘરઘરાટી ડ્રગ્ઝના ખાતમા સાથે જ બંધ થશે રાજ્યમાંથી ડ્રગ્ઝનો આતંક ખતમ કરવાનો શિંદેનો નિર્ધાર

આ સંબંધમાં એક સરકારી આદેશ 28 જૂને બહાર પાડવામાં આવ્યો હતો, જે મુજબ લાભાર્થી મહિલાનું બેંક ખાતું હોવું જોઈએ, તેની પાસે આધાર કાર્ડ અથવા રેશન કાર્ડ હોવું જોઈએ અને તે રાજ્યની રહેવાસી હોવી જોઈએ. લાભાર્થીએ યોગ્ય અધિકારી પાસેથી રૂ. 2.5 લાખ (વાર્ષિક પારિવારિક આવક ધોરણ) નું આવક પ્રમાણપત્ર મેળવવું પડશે, એમ સરકારી આદેશમાં જણાવાયું છે. તેઓ ઓનલાઈન અરજી કરી શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં આંગણવાડી સેવિકા અથવા ગ્રામ સેવક ઓનલાઈન ફોર્મ સ્વીકારશે, વેરિફિકેશન કરશે અને તેને પોર્ટલ પર અપલોડ કરશે, જ્યારે શહેરી વિસ્તારોમાં આંગણવાડી સેવિકા અને વોર્ડ ઓફિસર તેનું સંચાલન કરશે.

આ પણ વાંચો: માળશેજ ઘાટ ખાતે મહારાષ્ટ્ર જ નહીં પણ દેશનો પહેલો ગ્લાસ બ્રિજ બનશે…

સરકારના આદેશ અનુસાર, “જિલ્લા મેજિસ્ટ્રેટની આગેવાની હેઠળની સમિતિ દ્વારા અંતિમ મંજૂરી આપવામાં આવશે.” જે મહિલાઓ ઓનલાઈન ફોર્મ ભરી શકતી નથી તેમને આંગણવાડી કાર્યકરો મદદ કરશે. સરકારી તંત્ર સાથે સંકળાયેલી મહિલાઓ અથવા સરકારી પેન્શન મેળવતી હોય અથવા અન્ય કોઈ સરકારી યોજનામાંથી 1500 રૂપિયાથી વધુ રકમ મેળવતી હોય, તેને આ યોજનાનો લાભ નહીં મળે. આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે.

આ પણ વાંચો: શરદ પવારે નરેન્દ્ર મોદીને કરી અજબ વિનંતીઃ કહ્યું, મહારાષ્ટ્રમાં વધુ સભા સંબોધજો…

આ યોજનાની જાહેરાત કરતા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વિધાનસભામાં પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે ‘મુખ્યમંત્રી મારી લાડકી બહેન’ યોજના જુલાઈ મહિનાથી લાગુ કરવામાં આવશે. રાજ્યમાં ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના ચાર મહિના પહેલા તેનો અમલ થવાનો છે. તેમણે કહ્યું હતું કે આ યોજના માટે 46,000 કરોડ રૂપિયાની વાર્ષિક અંદાજપત્રીય ફાળવણી કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો