આમચી મુંબઈ

રાયગઢના રાજકારણમાં ગરમાવો: પંચાયતના નગરાધ્યક્ષ સહિત નવ નગરસેવક શિંદે જૂથમાં જોડાતાં NCPને ફટકો…

મુંબઈઃ રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી અને આગામી મહાપાલિકા ચૂંટણીની તૈયારીઓ સાથે રાજકીય વાતાવરણમાં ગરમી આવી ગઈ છે. સામસામા આરોપ-પ્રત્યારોપનો દોર તો ચાલુ જ છે. મહાગઠબંધનનાં સાથી પક્ષો કેટલીક નગર પંચાયત અને નગર પરિષદની ચૂંટણીમાં આમનેસામને આવી જતાં ઘણી ઉથલપાથલ જોવા મળી રહી છે.

આ બધા વચ્ચે થોડા દિવસો પૂર્વે રાયગઢ જિલ્લાની મ્હસળા નગર પંચાયતના નગરાધ્યક્ષ સહિત નવ નગરસેવકોએ શિવસેના (શિંદે) જૂથમાં પ્રવેશ કર્યો છે. તેને કારણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ (અજિત પવાર)ના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સુનિલ તટકરે તથા મહિલા અને બાળ વિકાસ પ્રધાન અદિતિ તટકરે માટે આ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

આ સંદર્ભે એક વક્તવ્યમાં સુનિલ તટકરેએ પક્ષ છોડી ગયેલાઓને નામ લીધા વિના ઈશારો કર્યો છે. ‘હવે પછી ગદ્દારોને માફી નહીં’ તેવું તેમણે એક કાર્યક્રમમાં બોલતા કહ્યું હતું. ‘કોઈ કોઈનો આશ્રય લેવા ગયું હશે અથવા અન્ય કોઈ કારણસર ગયું હોય. પણ હવે પછી ગદ્દારોને માફી નહીં એમ મારે કહેવું છે. કાયદેસર જે કાર્યવાહી કરવી જોઈએ તે કરવામાં આવશે. પણ કોઈ કોઈને બચાવવા આવી શકશે નહીં.’ એમ તેમણે જણાવ્યું હતું.

નાગરાધ્યક્ષ સહીત નવ નગરસેવકના શિંદે જૂથમાં પ્રવેશના કારણે પ્રધાન ગોગાવલેએ સોગઠી માર્યાનું ચર્ચાઈ રહ્યું છે. મ્હસળા નગર પંચાયતના અધ્યક્ષ ફરીન અબ્દુલ અઝીઝ સહિત કુલ નવ નગરસેવકોએ શિંદે જૂથના પ્રધાન ભરત ગોગાવલેની ઉપસ્થિતિમાં પક્ષ પ્રવેશ કર્યો હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button