માહીમમાં ફૂડ સ્ટોલમાં આગ:ત્રણ જખમી, એકની હાલત ગંભીર...

માહીમમાં ફૂડ સ્ટોલમાં આગ:ત્રણ જખમી, એકની હાલત ગંભીર…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: માહીમ વેસ્ટમાં કેડર રોડ પર આવેલા ફૂડ સ્ટોરમાં શુક્રવાર સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી, જેમાં ત્રણ લોકો દાઝી ગયા હતા. તેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ શુક્રવારે સાંજે માહિમમાં મખદુમ શાહ દરગાહની પાછળ આવેલા મખદુમ ફુડ સ્ટોરાં સાંજે લગભગ સાત વાગ્યાની આસપાસ સિલ્ડિર બ્લાસ્ટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી.

સાંજનો સમય હોવાથી ત્યાં મોટી સંખ્યામાં ભીડ હતી. આગ લાગ્યા બાદ ત્યાં રહેલા ત્રણ લોકો દાઝી ગયા હતા, જેમાં ૩૪ વર્ષના પ્રવીણ પુજારીની હાલત ગંભીર છે, ૩૪ વર્ષના મુકેશ ગુપ્તા અને ૨૪ વર્ષના શિવમોહન પર હાલત સ્થિર છે અને ત્રણેય પર સાયન હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button