આમચી મુંબઈ

માહિમ માં પાણીની પાઇપ લાઈનમાં ગળતર: ટ્રાફિક ખોરવાયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: માહિમ કોઝવે પર સોમવારે બપોરે ખોદકામ દરમિયાન એક મોટી પાઇપલાઇન ફાટવાથી મોટા પાયે પાણીનું ગળતર થયું હતું, જેના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. રસ્તા પરના પાણીને લીધે વાહનવ્યવહાર લગભગ ઠપ્પ થઈ ગયો હતો.

આ ઘટનાને કારણે ખાર પશ્ચિમ અને બાંદ્રા પશ્ચિમમાં પાણી પુરવઠો ભારે ખોરવાઈ ગયો છે.પાલિકાના ના પાણી વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું.

આ ઘટના સોમવારે બપોરે ૧.૩૫ વાગ્યે માહિમ કોઝવેના ઉત્તર તરફ જતી કેરેજવે પર બની હતી, જ્યારે ખોદકામ દરમિયાન ૯૦૦ મીમી વ્યાસની પાણીની પાઇપલાઇન ફાટી ગઈ હતી. આ ભંગાણને કારણે મોટા પાયે ગળતર થયું હતું, જેના કારણે લાખો લિટર પાણી રસ્તા પર વહી ગયું હતું અને ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

પાલિકાના પાણી વિભાગના અધિકારી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ગળતરને કાબુમાં લેવા અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક સમારકામ કાર્ય શરૂ કર્યું હતું

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button