રાજ્યમાં મહિલા પ્રધાનોનો વિક્રમ સર્જાશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યાને સાત દિવસથી વધુ સમય થઈ ગયો હોવા છતાં આ ચૂંટણીમાં જંગી બહુમત મેળવનારી મહાયુતિ સરકારની સ્થાપનાનો દાવો રજૂ કરી શકી નથી, પરંતુ જે રીતે અત્યારે આગામી કેબિનેટની કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે તેના પરથી લાગે છે કે આ વખતે રાજ્યમાં મહિલા પ્રધાનોનો નવો વિક્રમ નોંધાશે.
આ પણ વાંચો : વિધાનસભાની ચૂંટણીના પરિણામ પારદર્શકતાના અભાવનું પ્રતિબિંબ: પટોલે…
મહાયુતિના ત્રણેય પક્ષોની સંભવિત મહિલા પ્રધાનોની યાદી પર વિચાર કરી રહ્યું છે. જેમાં ભાજપની ચાર મહિલા, શિવસેનાની બે મહિલા અને રાષ્ટ્રવાદીની એક મહિલા વિધાનસભ્યને પ્રધાનપદું મળશે તેવી ચર્ચા છે. જેના કારણે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ વર્ષે પહેલીવાર મહિલાઓને આટલા મોટા પાયા પર પ્રધાનપદાં આપવામાં આવી રહ્યા છે તેને માટે લાડકી બહેન યોજનાની સફળતા જવાબદાર છે.
આ પણ વાંચો : મહાયુતિ સરકારના શપથ ગ્રહણની તારીખ, સ્થળ અને સમય પણ નક્કી; પરંતુ મુખ્ય પ્રધાન કોણ બનશે?
આ યોજનાને કારણે જ મહાયુતિ અને મહારાષ્ટ્રની સરકાર સત્તામાં આવી શકી છે. મહિલાઓના સીધા મહિને 1,500 રૂપિયા આપવામાં આવ્યા તેના બદલામાં મહિલાઓએ મોટી સંખ્યામાં મહાયુતિને મત આપ્યો ન હતો. તેથી સરકારમાં તમામ મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે હેતુથી સાત જેટલા પ્રધાનપદાં મહિલાઓને આપવામાં આવી રહ્યા છે.
સંભવિત મહિલા પ્રધાનો
- અદિતી તટકરે (એનસીપી)
- પંકજા મુંડે (ભાજપ)
- મનીષા કાયંદે (શિવસેના)
- માધુરી મિસાળ (ભાજપ)
- ભાવના ગવળી (શિવસેના)
- દેવયાની ફરાંદે (ભાજપ)
- શ્ર્વેતા મહાલે (ભાજપ)