આમચી મુંબઈ
વિકાસ યોજનાઓ પર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ લડી: ફડણવીસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના નગરપંચાયત અને નગરપરિષદની ચૂંટણીઓ મહાયુતિને મળેલી સફળતા પાછળ ભાજપ સંગઠનની સંપૂર્ણ ટીમ અને સરકારના પ્રયાસ જવાબદાર હોવાનું રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું હતું.
નગરપંચાયત અને પરિષદની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય માટે પક્ષની સંપૂણ ટીમ અને સરકારના પ્રયાસ જવાબદાર છે. વિકાસ યોજનાને મુદ્દે પક્ષએ ચૂંટણી લડી હતી અને સકારાત્મક ડેવલપમેન્ટ એજેન્ડાને મુદ્દે ઝુંબેશ હાથ ધરી હતી અને પ્રચાર દરમ્યાન કોઈ પણ પાર્ટીના નેતાઓની ટીકા કરી ન હોવાનો દાવો ફડણવીસે કર્યો હતો.
ડેવલપમેન્ટના મુદ્દે અને ભવિષ્યની શું યોજના છે તે મુદ્દે નાગરિકો પાસેથી મત માગ્યા હતા અને નાગરિકોએ મોટી સંખ્યામાં મતદાન કરતા ભાજપ ફરી એક વખત ચૂંટણીમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઊભરી આવ્યો હોવાનો દાવો પણ ફડણવીસે કર્યો હતો.



