Viral Video: વિધાનસભામાં મુખ્ય પ્રધાને વિરોધીઓની બોલતી બંધ કરી, જુઓ શું કહ્યું?

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી મહાયુતિ (ભાજપ, એકનાથ શિંદે શિવસેના, અજિત પવાર એનસીપી) સત્તામાં આવ્યા પછી પણ આંતરિક ખેંચાખેંચનો મુદ્દો ચર્ચામાં રહે છે ત્યારે આજે વિધાનસભાના સત્ર દરમિયાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિરોધીઓને જડબાતોડ જવાબ આપીને કહ્યું હતું કે શિંદેના કોઈ વિકાસકામાને અટકાવ્યા નહીં હોવાનું જણાવ્યું હતું.
Also read : મહારાષ્ટ્રની ભાષા મરાઠી જ, પરંતુ આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન લેવાયેલા નિર્ણયો પર સ્ટે મૂકવામાં આવ્યા તથા તેમના કાર્યકાળ દરમિયાનના કેટલાક કામોની તપાસ શરૂ હોવાની ચર્ચા કેટલાક સમયથી રાજકીય વર્તુળોમાં થઇ રહી છે તેમ જ તાનાજીના કાર્યકાળ દરમિયાનના અંદાજે 3190 કરોડ રૂપિયાના કામ પર પણ મુખ્ય પ્રધાન દ્વારા સ્ટે મૂકવામાં આવ્યો હોવાનું પણ કહેવાઇ રહ્યું હતું, પરંતુ હાલમાં ચાલી રહેલા વિધાનસભાના બજેટ સત્રમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દરેક અટકળોને ફગાવી દીધી હતી અને વિકાસકામોને અટકાવી દેવા માટે હું કંઇ ઉદ્ધવ ઠાકરે છું કે? એમ કહીને ફડણવીસે શિવસેના-યુબીટીના પ્રમુખ પર જ નિશાન તાક્યું હતું.
મહાયુતિ સરકાર સત્તા પર આવ્યા બાદ 100 દિવસનું મિશન હાથ ધરાયું. તાલુકા સ્તરના કાર્યાલયોને પણ ટાર્ગેટ આપવામાં આવ્યો અને ત્યાં થઇ રહેલા કામની સમીક્ષા પણ અમે કરી રહ્યા છે. 100 દિવસના કામનો પ્રત્યેક વિભાગે એક ટાર્ગેટ ફાઇનલ કર્યો છે. જે કામ સારું કરશે તેનું સન્માન પણ કરાશે. હવે એક નવી પરંપરા જ શરૂ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે, એમ ફડણવીસે જણાવ્યું હતું.
Also read : મુંબઈમાં જોખમી અને જર્જરિત ઇમારતોના પુનર્વિકાસને વેગ અપાશે: એકનાથ શિંદે
છેલ્લા કેટલાક દિવસથી મીડિયાના મનપસંદ સમાચાર બન્યા છે કે મુખ્ય પ્રધાને શિંદે સરકારના નિર્ણયો પર સ્ટે આપ્યો, પણ એ પહેલા વિચારવા જેવું હતું કે વિકાસકામોને રોકવા માટે હું કંઇ ઉદ્ધવ ઠાકરે નથી. શિંદે સરકારે જે કામો શરૂ કર્યા ત્યારે હું તેમની સાથે જ હતો. ત્યાર બાદ અજત પવાર પણ અમારી સાથે જોડાયા. તે વખતે જે નિર્ણયો લેવાયા તેની જવાબદારી અમારા ત્રણેયની છે, એમ ફડણવીસે કહ્યું હતું, દેવેન્દ્ર ફડણવીસે વિરોધીઓને આપેલા જવાબનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી યૂઝરે પણ પ્રતિક્રિયાઓ આપી હતી.