આમચી મુંબઈમહારાષ્ટ્ર

177 બેઠકો પર વિજયનો વાવટો ફરકાવશે મહાયુતિ?

સર્વેક્ષણમાં મહાયુતિ ફરી સત્તામાં આવશે તેવું તારણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને દ્વારા પોતાની હાર-જીતનો અંદાજ મેળવવા માટે વિવિધ પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે અને સાથે જ સર્વેક્ષણ પણ શરૂ છે. આવા જ એક સર્વેક્ષણનો રિપોર્ટ હાલ બહાર પાડવામાં આવ્યો હતો અને આ સર્વે અનુસાર આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિનો વિજય થતો જોવાનું જણાયું છે.

સર્વેમાં મહાયુતિ 177 બેઠકો પર જીત હાંસલ કરી શકે, તેમ જણાવવામાં આવ્યું છે. એટલે કે મહારાષ્ટ્રની 288 બેઠકોમાંથી 177 બેઠક મહાયુતિ પોતાના નામે કરે તેવી શક્યતા રિપોર્ટમાં વ્યક્ત કરાઇ છે.

આ રિપોર્ટમાં મહાયુતિની જીતના વિવિધ કારણો પણ જણાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના બજેટ દરમિયાન જાહેર કરવામાં આવેલી અને ખાસ કરીને જરૂરિયાતમંદ મહિલાઓ માટેની મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના અને મુખ્ય પ્રધાન અન્નપૂર્ણા યોજના જેવી યોજનાઓનો ફાયદો મહાયુતિને ચૂંટણીમાં થઇ શકે, તેમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : It’s Official-Assembly Election : બેઠકોની વહેંચણી, ઉમેદવારોની પસંદગી પર ફડણવીસ મહોર મારશે

આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણી દરમિયાન દુનિયાના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ની મદદ પણ ભાજપ અને મહાયુતિને મળશે. લોકસભાની ચૂંટણી દરમિયાન આરએસએસ અને ભાજપ વચ્ચે યોગ્ય સમજૂતીનો અભાવ હોવાનું કહેવાય છે અને તેની અસર લોકસભાની ચૂંટણી પર થવાથી મહાયુતિએ ખરાબ પ્રદર્શન કર્યું હોવાના અહેવાલ છે. જોકે, વિધાનસભાની ચૂંટણીમાં આરએસએસ મહાયુતિની પડખે ઊભું રહી તમામ પ્રકારે મદદ કરશે જેનો ફાયદો મહાયુતિને થશે, તેમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. વિદ્રોહ ન થાય એ માટે લેવામાં આવેલા પગલાં, જિલ્લા સ્તરે મજબૂત પ્રચાર વગેરે કારણો પણ મહાયુતિની તરફેણમાં પરિણામો લાવશે, તેમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અજિત પવારના મહાયુતિમાં સામેલ થવાથી ભાજપ તેમ જ સાથી પક્ષના અમુક નેતાઓ અને સાથે સાથે આરએસએસના લોકો પણ નારાજ હતા, જેના કારણે લોકસભાની ચૂંટણી પર અસર થઇ હતી, તેવી ચર્ચા હતી. જોકે, નારાજ વર્ગને સમજાવી લેવામાં આવ્યો હોઇ વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમનું સમર્થન પણ મહાયુતિને મળે તેવી શક્યતા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત