It’s Official-Assembly Election : બેઠકોની વહેંચણી, ઉમેદવારોની પસંદગી પર ફડણવીસ મહોર મારશે
આરએસએસ સહિતના નારાજ સંગઠનોને ફડણવીસ મનાવશે
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને હાલ નાયબ મુખ્ય પ્રધાન તરીકેની જવાબદારી સંભાળી રહેલા દેવેન્દ્ર ફડણવીસને ભાજપના કેન્દ્રીય-સ્થાનિક નેતૃત્વએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની પહેલા અનેક મુશ્કેલ અને ગૂંચવણભરેલા નિર્ણયો વિશે ચર્ચા-વિચારણા કરવાની જવાબદારી સોંપી છે.
અજિત પવારના મહાયુતિમાં સામેલ થવાથી નારાજ જમણેરી સંગઠનો, આરએસએસ સાથે ચર્ચા, બેઠકોની વહેંચણી, ઉમેદવારોની પસંદગી જેવા મહત્ત્વના નિર્ણયો લેવાની જવાબદારી ફડણવીસના ખભે મૂકવામાં આવી છે. રવિવારે મુંબઈમાં યોજાયેલી એક બેઠકમાં ફડણવીસને આ જવાબદારી સોંપવામાં આવી હતી.
આ બેઠકમાં હાજર રહેનારા ભાજપના મુંબઈ એકમના અધ્યક્ષ આશિષ શેલારે જણાવ્યું હતું કે સર્વાનુમતે સાથી પક્ષો સાથે બેઠકોની વહેંચણી, ઉમેદવારોની પસંદગી વગેરેનો ચાર્જ ફડણવીસને સોંપવામાંનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેની ટિપ્પણી દર્શાવે છે કે તેઓ ઔરંગઝેબ ફેન ક્લબના સભ્ય છે: દેવેન્દ્ર ફડણવીસ
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પહેલા અજિત પવારને મહાયુતિમાં સામેલ કરવાથી ભાજપ સહિત મહાયુતિના સાથી પક્ષોના અમુક નેતાઓ તેમ જ આરએસએસ પણ નારાજ હોવાના અહેવાલો હતા. લોકસભાની ચૂંટણીમાં કંગાળ દેખાવ માટે પણ અનેક નેતાઓએ અજિત પવારને જવાબદાર ઠેરવ્યા હતા. એવામાં ભાજપ જેવી જ વિચારધારા ધરાવનારા જમણેરી સંગઠનો હજી પણ નારાજ જણાય છે. એમ છતાં વિધાનસભાની ચૂંટણીમાં પણ અજિત પવારના પક્ષ સાથે જોડાણ અકબંધ રાખવામાં આવ્યું છે.
આ માટે નારાજ આરએસએસ સાથે છેલ્લાં બે મહિનાથી ચર્ચા ચાલી રહી છે અને ફડણવીસ ત્રણ વખત નાગપુરમાં અને મુંબઈમાં આરએસએસના નેતૃત્વને મળી ચર્ચા કરી ચૂક્યા છે