મહાયુતિનો વિવાદ વધી રહ્યો છે! શિંદેના વિધાનસભ્યે ભાજપ પર ભેદભાવનો આરોપ લગાવ્યો

શિવસેના (શિંદે)ના વિધાનસભ્ય કિશોર પાટીલે કહ્યું, ‘સરકાર બન્યા પછીના એક વર્ષમાં વિધાનસભ્યોને એક પણ રૂપિયો મળ્યો નથી.’
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (એકનાથ શિંદે)ના વિધાનસભ્ય કિશોર પાટીલે જળગાંવના પાચોરામાં પોતાની જ મહાયુતિ સરકારની ટીકા કરી છે. પાચોરામાં નિર્ધાર મેળાવડામાં બોલતા કિશોર પાટીલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, મહાયુતિ સરકાર બન્યાને એક વર્ષ થઈ ગયું હોવા છતાં, હજી સુધી તેમને એક પણ રૂપિયો ભંડોળ મળ્યું નથી, આ સાથે તેમણે મહાયુતિમાં બળવાના સંકેત આપ્યા હતા. કિશોર પાટીલે સાથી પક્ષોની જાહેરમાં ટીકાને કરી હોવાથી મહાયુતિમાં ફરી એકવાર વિવાદ ભડકી ઉઠ્યો છે.
વિધાનસભ્ય કિશોર પાટીલે કહ્યું હતું કે, સરકાર બન્યાના એક વર્ષમાં, સમયગાળા દરમિયાન વિધાનસભ્યોને એક પણ પૈસો મળ્યો નથી. હવે અમારી પાસે ફક્ત એક જ આધાર છે, પાલક પ્રધાન ગુલાબરાવ પાટીલ. પાચોરા મતવિસ્તારના લોકો વતી, હું ગુલાબરાવ પાટીલને અપીલ કરવા જઈ રહ્યો છું કે જો પાચોરા મતવિસ્તારને 50 ટકા ભંડોળ મળે, તો આ મતવિસ્તાર વિકાસની દ્રષ્ટિએ કંઈક અંશે આગળ વધશે. પાચોરા મતવિસ્તારને ચોક્કસપણે તેની જરૂર છે.
ભાજપ પર ટીકા
શિવસેના (શિંદે)ના વિધાનસભ્યે એવો દાવો કર્યો હતો કે, મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ તાજેતરમાં કહ્યું છે કે ‘જો કોઈ બળવો કરશે, તો તેને પાંચ વર્ષ માટે ભાજપમાંથી હાંકી કાઢવામાં આવશે.’ જોકે, જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ત્યારે તે જ બાવનકુળે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હતા. ત્યારે ભાજપના પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરનારા વિશે જાણકારી આપવા માટે હું તેમને રાત્રે બે વાગ્યે ફોન કરતો હતો, પરંતુ તેઓ મારો ફોન ઉપાડતા નહોતા. મેં તેમને પત્ર લખીને સંબંધિત વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું, પરંતુ તેઓ એમ કહેતા કે ભલે તેણે આજે બળવો કર્યો. તે સમયે બળવાખોરની તમે પોસ્ટ કરીને તેની પ્રશંસા કરી રહ્યા છો અને કાર્યવાહી કરતા નથી.
આ પણ વાંચો…મહાયુતિ સરકારનું 11 હજાર કરોડનું પેકેજ પણ 32 હજાર કરોડ જેવું જ છેતરામણું છે: હર્ષવર્ધન સપકાળ



