આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહાયુતિના 70 ટકા ઉમેદવારો ફાઈનલ…

મહાયુતિના 70 ટકા ઉમેદવારો ફાઈનલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી કામે લાગી ગયા છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમ થયું છે અને બધા જ રાજકીય પક્ષોએ કમર કસી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ મતદારસંઘની મુલાકાત લઈને ક્યા મતદારસંઘમાં ક્યા ઉમેદવાર રાખવા તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ બધાની વચ્ચે મહાવિકાસ આઘાડી અને મહાયુતિમાં બેઠકોની વહેંચણી અંગેની ચર્ચા ચાલી રહી છે. ક્યો પક્ષ કેટલી બેઠકો પર લડશે એનું ચિત્ર હજી સ્પષ્ટ થયું નથી તેમાં ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ એવું મહત્ત્વનું નિવેદન કર્યું છે કે બેઠકોની વહેંચણી અંગે કોઈ સમસ્યા નથી અને 70 ટકા બેઠકો પર સહમતી સધાઈ ગઈ છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં નવેમ્બરના બીજા અઠવાડિયામાં ચૂંટણી થવાની સંભાવના: CM Eknath Shinde

હું મહાયુતિના ત્રણેય નેતાઓને અભિનંદન આપવા માંગું છું કે આ નેતાઓએ કોઈ પૂર્વશરતો રાખી નથી. કેટલાક અહેવાલો પાર્ટીએ 80-90 બેઠકો માગી હોવાનું જણાવી રહ્યા છે પરંતુ અમારી યુતિમાં કોઈ નંબરની માગણી નથી, જ્યાં અજિત પવાર જીતશે, અજિત પવાર લડશે, જ્યાં શિંદે જૂથના વિધાનસભ્યો જીતશે, ત્યાં તેમનો આગ્રહ છે, જ્યાં અમારા ઉમેદવારને સ્વીકારવામાં આવશે ત્યાં અમે ચૂંટણી લડીશું એમ જણાવતાં બાવનકુળેએ એવો દાવો કર્યો છે કે મહાયુતિનો આગ્રહ છે કે માત્ર વિજયી થનારા ઉમેદવારોને જ ટિકિટ આપવામાં આવશે. તેમજ બાવનકુળેએ કોંગ્રેસના મુસ્લિમ વિધાનસભ્યે ફડણવીસના બંગલાની મુલાકાત લીધી તેના પર પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે અમીન પટેલ ગણપતિ દર્શન માટે ગયા હતા, તેમાં કંઈ નવું નથી અને રાજકારણ જેવું કંઈ નથી.

સંજય ગાયકવાડના નિવેદન પર શું કહ્યું?

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ શિંદે જૂથના વિધાનસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધી વિશે આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે હું ગાયકવાડનું સમર્થન કરતો નથી. પરંતુ અનામતના ખરા હત્યારા કોંગ્રેસવાળા છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે આરક્ષણ રદ કરીશું. નેહરુ, રાજીવ ગાંધી હવે રાહુલ ગાંધી, કોંગ્રેસની ત્રણ પેઢીના પેટમાં જે હતું તે આજે તેમના હોઠ પર આવી ગયું. એનડીએ સરકાર બંધારણમાં ફેરફાર કરશે તેવા નિવેદનો આપી રહ્યાં હતાં, વાસ્તવમાં કોંગ્રેસનો અસલી ચહેરો બહાર આવ્યો છે. અનામતની અસલી હત્યારી કોંગ્રેસ છે. બાવનકુળેએ કહ્યું કે જરાંગે પાટીલે રાહુલ ગાંધીના નિવેદન પર પણ ચર્ચા કરવી જોઈએ.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દિવાળી પહેલાં યોજાવાના એંધાણ, ક્યારે જાહેર થશે આચારસંહિતા ?

સીટોની વહેંચણી અંગે ટૂંક સમયમાં જાહેરાત

મહાયુતિમાં 70 ટકા બેઠકો પર સર્વસંમતિ સધાઈ ચૂકી છે. ત્રણેય નેતાઓ પ્રેસ કોન્ફરન્સ કરીને તેની ઔપચારિક જાહેરાત કરશે. મહાવિકાસ અઘાડીએ અગાઉ દાવો કર્યો હતો કે આપણે બધા મહાયુતિની ફોર્મ્યુલા જોઈશું, પરંતુ હવે કહ્યું હતું કે તેઓ સર્વે અંગેની અનૌપચારિક ચર્ચાથી વાકેફ નથી.

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…