Maharashtra બેંક કૌભાંડઃ EDની દખલનો વિરોધ 25 હજાર કરોડ રૂપિયાના કૌભાંડમાં EDની દખલથી મુંબઈ પોલીસ નારાજ
મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા 25,000 કરોડ રૂપિયાના મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેંક કૌભાંડની તપાસ કરવા અંગેની અરજીનો મુંબઈ પોલીસે વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ(ઇઓડબલ્યુ-આર્થિક ગુના શાખા) દ્વારા નોંધવામાં આવેલા મૂળ કેસમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને આરોપી બનાવવામાં આવ્યા હતા. જોકે, પછીથી પોલીસે કથિત કૌભાંડના કારણે બેંકને કોઇ નુકસાન ન થયું હોવાનું જણાવ્યું હતું.
ગુરુવારે આપેલા લેખિત પ્રત્યુત્તરમાં પોલીસે જણાવ્યું હતું કે ઇડી દ્વારા કરવામાં આવેલી આ જ પ્રકારની સાંસદો અને વિધાનસભ્યો વિરુદ્ધની અરજી સ્પેશિયલ કોર્ટ દ્વારા રદ ફગાવી દેવામાં આવી હતી. કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ એક નવી અરજી દાખલ કરી છે જેમાં પહેલા જેવા જ મુદ્દા છે. મુંબઈ પોલીસે કખિત કૌભાંડમાં 2020માં પોતાની તપાસનો અંતિમ રિપોર્ટ દાખલ કર્યો હતો જે અદાલતમાં માન્ય કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Money Laundering: સત્યેન્દ્ર જૈનની અરજી પર આ તારીખે ચુકાદો આપવાનો ‘સુપ્રીમ’નો નિર્દેશ
જોકે, 2022માં તપાસ એજન્સીએ અદાલતમાં જણાવ્યું હતું કે તે ઇડી અને ફરિયાદઓ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે વધુ તપાસ કરી રહ્યા છે, એમ મુંબઈ પોલીસે અદાલતમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યું હતું.
અરજીમાં વધુમાં જણાવાયું હતું કે આ વર્ષે માર્ચ મહિનામાં મુંબઈ પીલીસે ફરી આ કેસ બંધ કરવાની અરજી કરી હતી. કથિત કૌભાંડના કારણે બેંકને કોઇ નુકસાન ન થયું હોવાના આધાર પર આ અરજી કરવામાં આવી હતી.