આમચી મુંબઈમહારાષ્ટ્ર

ફેબ્રુઆરીના અંતમાં મહારેરાની નવી વેબસાઇટ લોન્ચ થવાની શક્યતા

મુંબઈ: મહારેરાની સ્થાપના વખતે બનાવવામાં આવેલી વેબસાઇટને અપગ્રેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારેરા માટે બનાવવામાં આવતી નવી વેબસાઇટ બનાવવાનું કામ ઝડપે ચાલી રહ્યું છે અને વેબસાઇટ ફેબ્રુઆરીના અંત સુધી શરૂ કરવામાં આવશે એવી માહિતી અધિકારીએ આપી હતી. આ નવી વેબસાઇટ ‘મહારેરાક્રિટી’ એટલે અને નિયમનકારી સંકલિત ટેકનોલોજી અમલીકરણના નામથી ઓળખાશે.

2019માં મહારેરાની સ્થાપના વખતે આ વેબસાઇટને શરૂ કરવામાં આવી હતી. જોકે હવે આ વેબસાઇટ જૂની થઈ જતાં તેને નવી વેબસાઇટથી બદલવાનો નિર્ણય મહારેરાએ લીધો હતો. મહારેરાના આદેશ મુજબ નવી વેબસાઇટ માટે કોડિંગ કરવાનું કામ શરૂ થયું હતું અને તે કામ ફેબ્રુઆરીના અંત સુધી પૂર્ણ થતાં નવી વેબસાઇટને લોન્ચ કરવામાં આવશે.

નવી વેબસાઇટના લોન્ચ પહેલા જૂની વેબસાઇટને થોડા દિવસો માટે બંધ રાખવામાં આવશે. નવી વેબસાઇટ વધુ યુઝર ફ્રેન્ડ્લી હોવાની સાથે ગ્રાહકોને સુવિધાના અનેક વિકલ્પો પણ આપશે. ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવતી આ વેબસાઇટ પર ગ્રાકહોને ફરિયાદ નોંધાવી વધુ સહેલું બનશે અને ગ્રાહકોની ફરિયાદ તરફ વિશેષ ધ્યાન પણ આપવામાં આવશે, એવી માહિતી અધિકારીએ આપી હતી.

મહારેરાની નવી વેબસાઇટ પર અત્યંત મહત્ત્વની માહિતી શોધવી ગ્રાહકો માટે સરળ બનશે. રાજ્યમાં પ્રોપર્ટીમાં રોકાણ કરવા અથવા રોકાણ કરવા માટે ઇચ્છુક ગ્રાહકોને બધી જ માહિતી આ વેબસાઇટ પર મળશે. ગ્રાહકો સાથે બિલ્ડરો અને ડેવલપર્સ માટે પણ વિકલ્પ રાખવામાં આવ્યો છે. મહારેરાની નવી વેબસાઇટ પર ડેવલપર્સ માટે ફોર્મ એક, બે અને ત્રણ ક્વાર્ટર અને ફોર્મ પાંચ વર્ષમાં રજૂ કરવા પડશે. આ અનેક પાનાના દસ્તાવેજ છે.

નવી વેબસાઇટ શરૂ થયા બાદ આ બધા ફોર્મ્સને વેબસાઇટ પર જ ભરવાની સુવિધા આપવામાં આવવાની છે. નવી વેબસાઇટને લીધે કુલ સ્થાવર મિલકત ક્ષેત્રમાં પ્રદર્શકતા અને કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય એવો પ્રયત્ન મહારેરા દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button