આમચી મુંબઈમહારાષ્ટ્ર

બદલાપુરના બનાવે દેશમાં મહારાષ્ટ્રની છબી ખરડી છે: શરદ પવાર

પુણે: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે શનિવારે કહ્યું હતું કે બદલાપુરના બનાવે આખા દેશમાં મહારાષ્ટ્રની છબી ખરડી છે. તેમમે એવો આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકાર ભૂલી રહી છે કે મહિલાઓની સુરક્ષાની જવાબદારી તેમની છે.
પુણેમાં મૂક મોરચામાં હિસ્સો લીધા બાદ તેમણે કહ્યું હતું કે સરકાર બિનસંવેદનશીલ છે, જો તેમને લાગતું હોય કે બદલાપુરના બનાવ પર વિપક્ષ રાજકારણ કરી રહ્યા છે.

બદલાપુરના બનાવે મહારાષ્ટ્રની છબી આખા દેશમાં ખરાબ કરી છે, એમ એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું. તેમની પાર્ટી રાજ્યના વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડીનો ઘટક પક્ષ છે, જેના અન્ય બે મુખ્ય ઘટકપક્ષોમાં કૉંગ્રેસ અને શિવસેના (યુબીટી)નો સમાવેશ થાય છે.

પવારે કહ્યું હતું કે આ બનાવ એવા પ્રદેશમાં બન્યો છે, જ્યાં છત્રપતિ શિવાજીએ મહિલા પર અત્યાચાર કરનારા લોકોના હાથ કાપી નાખ્યા હતા.

આ પણ વાંચો: ચંદ્રપુરમાં પણ બદલાપુરવાળી

બદલાપુર જેવા અનેક બનાવ રાજ્યમાં નોંધાયા: સુપ્રિયા સુળે

બારામતીના સાંસદ સુપ્રિયા સુળે પણ મૂક મોરચામાં સામેલ થયા હતા. તેમણે કહ્યું હતું કે બદલાપુરના જાતીય શોષણના કેસ જેવા અનેક કિસ્સા રાજ્યમાં નોંધાયા છે. સરકાર બિનસંવેદનશીલ છે. આવા બનાવો સામે વિરોધ પ્રદર્શન કરવું ખોટું છે?પુણેમાં ડ્રગ્સ કેસના આરોપી કસ્ટડીમાંથી ભાગી જાય છે. લોહીના સેમ્પલ બદલાઈ (પોર્શે કેસ) જાય છે અને કોયતા ગેંગ સક્રિય છે, એમ તેમણે કહ્યું હતું.

મહાવિકાસ આઘાડી રાજકારણ કરી રહી છે: ભાજપ

બીજી તરફ ભાજપે પણ મહાવિકાસ આઘાડીના વિરોધમાં મૂક મોરચાનું આયોજન કર્યું હતું. ભાજપના શહેર એકમના અધ્યક્ષ ધીરજ ઘાટેએ કહ્યું હતું કે બદલાપુરના કમનસીબ બનાવનો વિરોધ કરવાના ઓઠાં હેઠળ રાજ્યમાં બંધ કરાવવાની મહાવિકાસ આઘાડીની યોજનાને હાઈ કોર્ટના આદેશને પગલે ઝટકો લાગ્યો છે.

તેમણે એવો દાવો કર્યો હતો કે રાજ્યમાં આવી રહેલી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મહાવિકાસ આઘાડી અત્યારે આ ઘટનાનો રાજકીય લાભ ઉઠાવવાના મરણિયા પ્રયાસો કરી રહી છે. ભાજપ મહાવિકાસ આઘાડીનો પાખંડ ખુલ્લો પાડવા માટે આંદોલન કરી રહ્યું છે.

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…