આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રનું અર્થતંત્ર મોટા સંકટમાં: સુપ્રિયા સુળેએ કરી મોટી માગણી…

મુંબઈ: બારામતીના સાંસદ તેમ જ શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળે દ્વારા કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ વિરુદ્ધ તેમ જ ઇલેક્ટોરલ બોન્ડના મામલે તપાસ કરવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી. પત્રકાર પરિષદને સંબોધતા સુળેએ મહારાષ્ટ્ર રાજ્યની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ હોવાનું કહ્યું હતું.

મહારાષ્ટ્રના અર્થતંત્ર વિશે ચિંતા વ્યક્ત કરતા સુળેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રનું અર્થતંત્ર ગંભીર ખતરામાં છે. ગડકરી સાહેબ, મહાયુતિના રાજ ઠાકરે જેવા સાથીદારો અને અન્ય અર્થશાસ્ત્રીઓ પણ આ પરિસ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જો સરકારમાં રહેલા લોકો જ આ મુદ્દો ઉઠાવતા હોય તો તેનો અર્થ છે કે પરિસ્થિતિ ખરેખર ગંભીર છે.

આ પણ વાંચો: ‘ભેદભાવ કેમ? બહેન સુપ્રિયા સુળેએ અજિત દાદા માટે સુપ્રીમ કોર્ટમાં કરી આ માગણી…

રાજ્યની નાણાકિય ખાધમાં થઇ રહેલા વધારાના હાલમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ બાદ સુળેએ ઉક્ત વાત કહી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યની નાણાકિય ખાધ 1,99,125.87 કરોડ પહોંચી ગઇ છે જ્યારે મહેસૂલી ખાધ(રેવન્યૂ ડેફિસિટ) 3 ટકાને વટાવી ગઇ છે. આમ છતાં સરકારે નાણા વિભાગની ચેતવણીઓને અવગણીને મોટા ખર્ચને મંજૂરી આપવાનું શરૂ રાખ્યું હોવાનું જણાયું છે.

હાલમાં જ નાણા વિભાગ દ્વારા રમત-ગમત ખાતાએ મૂકેલા 1,781.06 કરોડ રૂપિયાના સ્પોટર્સ કોમ્પ્લેક્સના પ્રસ્તાવને લાલ ઝંડી દાખવી હતી. જોકે, રાજ્ય સરકારે આ પ્રસ્તાવ મંજૂર કર્યો હતો.

આ પણ વાંચો: ‘મહિલા સુરક્ષા માટે સરકાર ઉદાસીન, ફડણવીસ રાજીનામું આપે’: સુપ્રિયા સુળેની માગણી

સુળેએ વધુમાં જણાવ્યું હતું કે મહિનાઓ સુધી જયંત પાટીલે આર્થિક સંકટ વિશે ચેતવણી આપી હતી અને વિધાનસભાના શિયાળુ સત્રમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ કોઇએ એ તરફ ધ્યાન આપ્યું નહોતું.

Show More

Related Articles

Back to top button
48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા