શિયાળાએ વિદાય લીધી હવે રાજ્યમાં ગરમી વધશે
![Cold wave in Maharashtra](/wp-content/uploads/2024/12/Mumbai-Winter.webp)
ફેબ્રુઆરી મહિનો આવવા માંડે એટલે મહારાષ્ટ્ર રાજ્યમાં ઠંડી ઓછી થવા માંડતી હોય છે. આમ પણ રાજ્યના ઘણા ભાગોમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ છે અને ગરમી તો શરૂ થઈ જ ગઈ છે. હવે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં મહારાષ્ટ્ર રાજ્યમાં તાપમાનમાં વધારો થશે. રાજ્યના ઘણા ભાગોમાં હાલમાં તાપમાનમાં વધારો થયો છે અત્યાર સુધી મુંબઈ પુણે અને નાસિકના વિસ્તારોમાં વધુમાં વધુ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ છે અને ગરમી વધવા માંડી છે અને લોકો ગરમીથી કંટાળવા પણ માંડ્યા છે.
Also read: શિયાળામાં ખજૂર ખાવાની ટેવ કરાવશે અઢળક ફાયદા
મુંબઈના પ્રાદેશિક હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે આગામી બે થી ત્રણ દિવસમાં મુંબઈમાંથી ઠંડી સંપૂર્ણપણે ગાયબ થઇ જશે અને તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જેના કારણે નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો થશે. મુંબઈ, નવી મુંબઈ, થાણે અને પાલઘરમાં તાપમાનમાં વધારો થશે તેથી લોકોને બપોરે બહાર ન જવાની પણ સલાહ આપવામાં આવી છે. મુંબઈમાં સામાન્ય રીતે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ફૂલ ગુલાબી ઠંડીનું વાતાવરણ હોય છે. ફેબ્રુઆરીના મધ્ય ફેબ્રુઆરીના મધ્ય સુધી ઠંડકનો અનુભવ થતો હોય છે અને માર્ચ મહિનાથી તાપમાન વધવાનું શરૂ થાય છે.