મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં ઠંડી કે ગરમી કોનું પલડું રહેશે ભારી..જાણો…
મુંબઇઃ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં થોડો ઘટાડો થયો છે. જોકે, સવારે અને રાતે વાતાવરણમાં ઠંડક હોય છે અને બપોરે ગરમી હોય છે. હવે આ અંગે હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે. હવામાન ખાતું જણાવે છે કે આગામી થોડા દિવસોમાં ગરમીનું પ્રમાણ વધતું જશે અને રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે અને ધીમે ધીમે ઠંડી વિદાય લેશે.
Also read : વિક્રોલી આરઓબીની ફરી તારીખ પડી માર્ચ નહીં પણ ચોમાસા પહેલા મે મહિનામાં ખૂલ્લો મુકાશે
હવામાન ખાતાએ એમ પણ જણાવ્યું હતું કે ત્રીજી ફેબ્રુઆરીથી વેસ્ટન ડિસ્ટર્બન્સ જોવા મળ્યું છે જેના કારણે હળવો વરસાદ થવાની શક્યતા છે. જોકે, વિદર્ભમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અને સમગ્ર મહારાષ્ટ્રમાં સૂકું હવામાન રહેશે. છેલ્લા બે દિવસથી ઠંડીમાં થોડો વધારો જોવા મળ્યો છે આવી જ સ્થિતિ એકાદ બે દિવસ ચાલુ રહેશે. મરાઠવાડામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે.
મુંબઈની વાત કરીએ તો તાજેતરમાં મુંબઈનું સવારનું તાપમાન ઘટીને 16 ડિગ્રી થઈ ગયું હતું અને એવો વરતારો છે કે આગામી બે દિવસ સુધી તાપમાનમાં ઘટાડો ચાલુ રહેશે અને મુંબઈગરાઓને મસ્ત ગુલાબી ઠંડીનો એહસાસ થશે. મુંબઈ શહેર અને તેના ઉપનગરોમાં છેલ્લા કેટલાક દિવસથી આલ્હાદક વાતાવરણ છે. સવારનું લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે હોય છે અને ઠંડા પવનો ફૂંકાય છે. સાન્તાક્રુઝમાં મહત્તમ 31.4 અને લઘુત્તમ 100.6 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 36 ટકા છે.
Also read : મુંબઈને બજેટમાં મળ્યા 3,500 કરોડ રૂપિયા: અજિત પવાર
હવામાન વિભાગ જણાવ્યું છે કે મુંબઈમાં હજી બે દિવસ ઠંડીની તીવ્રતા યથાવત રહેશે. પ્રદૂષણના સ્તરની વાત કરીએ તો મુંબઈ અને ઉપનગરોના મોટાભાગના સ્થળોએ હવાની ગુણવત્તાનો સૂચકાંક ભયજનક સ્તરે રહ્યો હતો. માત્ર કોલાબા અને બોરીવલી ખાતે જ હવાની ગુણવત્તા સારી નોંધાઈ હતી. આ બે સ્થળોએ અનુક્રમે 56 અને 91નો એક AQI નોંધાયો હતો.