આત્મહત્યા માટે ઉશ્કેરણીના કેસમાં મહારાષ્ટ્ર દેશમાં મોખરે: NCRBના ચોંકાવનારા આંકડા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

આત્મહત્યા માટે ઉશ્કેરણીના કેસમાં મહારાષ્ટ્ર દેશમાં મોખરે: NCRBના ચોંકાવનારા આંકડા

મુંબઈઃ દેશમાં વધી રહેલા ગુના અને આપઘાતના કિસ્સાથી પ્રશાસન ચિંતિત છે, પરંતુ નક્કર કામગીરીનો અભાવ પ્રવર્તતો હોવાથી ગુનામાં પણ વધારો થાય છે, જ્યારે આત્મહત્યાના કિસ્સામાં વધારો થાય છે. દેશમાં આત્મહત્યા કરનારાની સંખ્યા વધી રહી છે, પરંતુ તેના કારણોને શોધીને ઉપાયો શોધવાનું જરુરી છે. તાજેતરમાં એનસીઆરબીએ ચોંકાવનારો રિપોર્ટ મહારાષ્ટ્ર માટે આવ્યો છે જાણીએ વિગતવાર અહેવાલ.

વર્ષ 2023માં આખા દેશમાં મહારાષ્ટ્રમાં આત્મહત્યા માટે ઉશ્કેરણીના સૌથી વધુ કેસ નોંધાયા હતા. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના તાજેતરના અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં 1,389 કેસ નોંધાયા હતા, જેમાં 1,480 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મહારાષ્ટ્ર પછી મધ્ય પ્રદેશ બીજા ક્રમે છે, જ્યાં 1,153 કેસ નોંધાયા છે, જેમાં 1,211 લોકોએ આત્મહત્યા કરી હતી.

ઉત્તર પ્રદેશ ત્રીજા ક્રમે છે, જ્યાં 1,075 કેસ નોંધાયા જેમાં 1,186 પીડિતો છે. રિપોર્ટ અનુસાર, આ આંકડા દર્શાવે છે કે આત્મહત્યાની સમસ્યા ફક્ત એક રાજ્ય પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ઘણા રાજ્યોમાં એક ગંભીર મુદ્દો છે.

આ પણ વાંચો: બ્રેકઅપના આઘાતથી કરેલી આત્મહત્યા મૃત્યુની ઉશ્કેરણી નહીં: કોર્ટ

લગભગ 6 લાખ ફોજદારી કેસ નોંધાયા

NCRBના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં ગુનાઓની સંખ્યા સતત વધી રહી છે. 2021માં કુલ 540,800 કેસ નોંધાયા હતા, જે 2022માં વધીને 557,012 થયા. 2023માં આ આંકડો વધુ વધીને 5,596,103 થયો. આમાં ભારતીય દંડ સંહિતા (IPC) અને રાજ્ય-વિશિષ્ટ કાયદા (SLL) હેઠળ નોંધાયેલા ગુનાઓનો સમાવેશ થાય છે.

કુલ કેસના 82.2 ટકામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ 7,93,020 કેસ સાથે યાદીમાં ટોચ પર છે. આ દર્શાવે છે કે ગુનાખોરીનો દર સતત વધી રહ્યો છે અને તેને પહોંચી વળવા માટે અસરકારક પગલાં લેવાની જરૂર છે.

2023ના અહેવાલમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર અને કેટલાક અન્ય રાજ્યોમાં આત્મહત્યા માટે ઉશ્કેરણી અને અન્ય ગુનાઓની સંખ્યા ચિંતાજનક છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે આવા કિસ્સાઓને રોકવા અને લોકોના માનસિક સ્વાસ્થ્ય સહાય વધારવા માટે પગલાં લેવા જોઈએ.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button