આમચી મુંબઈ

દિવાળીમાં ST માલામાલ… આટલાં કરોડની કરી કમાણી

મુંબઇ: રાજ્યની એસટી બસને દિવાળીમાં બહુ મોટો ધનલાભ થયો છે. આ દિવાળીમાં એસટી એ વિક્રમજનક કમાણી કરી છે. 20મી નવેમ્બરના રોજ એસટી મહામંડળના ઇતિહાસમાં જંગી કમાણી કરી હતી. માત્ર આ એક દિવસમાં એસટીએ 37 કરોડ 63 લાખ રુપિયાની કમાણી કરી છે. દિવાળીની રજાઓમાં એસટી માલામાલ થઇ છે અને એસટીએ કમાણી અને ગીર્દીનો રેકોર્ડ બનાવ્યો છે. એસટીના 75 વર્ષના ઇતિહાસમાં એક દિસમાં મળેલ સૌથી વધુ આવકની સરખામણીમાં 20મી નવેમ્બરનો રોજ થયેલ આવક સૌથી વધુ છે.

આ વર્ષની દિવાળીમાં મુસાફરોએ એસટીને પસંદ કરી હતી. 1 થી 20 નવેમ્બર દરમીયાન એસટીને 510 કરોડ રુપિયાની આવક થઇ હતી. જ્યારે દિવાળીના દિવસો એટલે કે 8 થી 20 નવેમ્બર દરમીયાન 390 કરોડ રુપિયાની આવક થઇ હતી. 20મી નવેમ્બર એ એસટીના ઇતિહાસમાં સૌથી મોટો દિવસ હતો. આ દિવસે એસટીએ રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. માત્ર એક જ દિવસમાં એસટીએ 37 કરોડ 63 લાખની કમાણી કરી હતી. 8 થી 27 નવેમ્બર દરમીયાન ટિકીટના દરોમાં કરવામાં આવેલ 10 ટકાના વધારાને કારણે એસટીને મોટો ફાયદો થયો છે. એસટી મહામંડળની નવેમ્બર મહિનાની આવક 800 કરોડ રુપિયા સુધી જવાની શક્યતાઓ છે. જો એવું થાય તો ડિસેમ્બરની શરુઆતમાં એસટી નફામાં હશે.


રાજ્યમાં કોઇ પણ ઉથલ-પાથલ થાય તો તેની સીધી અસર એસટી પર પડે છે.ગ્રામીણ વિસ્તારોમાં એસટી આજે પણ એક જ પર્યાય છે. પણ ઘણીવાર આ એસટી પર સંકટ તોળાતું હોય છે. જોકે આ વખતની દિવાળી એસટી મહામંડળ માટે પણ ખાસ હતી. ભાઇબીજને કારણે એટલે કે 14 થી 16 નવેમ્બર દરમીયાન 95 કરોડ 35 લાખ રુપિયાની આવક એસટીને થઇ છે. એસટી મહામંડળ દ્વારા ગણેશોત્સવ, દશેરા-દિવાળી, હોળી જેવા તહેવારો પર વધુ બસ દોડાવવામાં આવે છે. આ સમયગાળામાં જ એસટીને વધુ આવક થવાની શક્યતાઓ હોય છે.


અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીની રજાઓ પડતાં જ ઘણાં લોકો પરિવાર સાથે બહાર ફરવા નિકળી જાય છે. અને જે લોકો બહારગામ નોકરી કરે છે તેઓ દિવાળીની રજાઓ પોતાના ઘરે પાછા આવે છે. આવા સમયે લોકો એસટીથી મુસાફરી કરવાનું વધુ પસંદ કરે છે. જોકે મરાઠા આંદોલનને કારણે એસટીને ઘણું નુકાસન થયું છે. આંદોલનકર્તાઓએ એસટી બસને ટાર્ગેટ કરી પત્થરમારો કર્યો હતો. ક્યાંક ક્યાંક તો બસને આગ પણ લગાવવામાં આવી હતી. ત્યારે દિવાળીમાં એસટીને થયેલ જંગી આવકે આ નૂકસાનનની ભરપાઇ કરી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત