મહારાષ્ટ્રના છ શિક્ષકોને ‘રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2025’

મુંબઈ: શિક્ષક દિવસ નિમિત્તે વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્રના છ શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર અર્પણ કર્યો.
આમાં શાળા શિક્ષણ ક્ષેત્રે ડો. શેખ મોહમ્મદ વકીઉદ્દીન શેખ હમીદુદ્દીન (જિલ્લા પરિષદ હાઇસ્કૂલ, અર્ધપુર, નાંદેડ), સોનિયા વિકાસ કપૂર (એટોમિક એનર્જી સેન્ટ્રલ સ્કૂલ નં. 2, મુંબઈ) અને ડો. સાંદીપન ગુરુનાથ જગદાળે (દયાનંદ કોલેજ ઓફ આર્ટ્સ, લાતુર), ડો. નીલાક્ષી જૈન (શાહ અને એન્કર કચ્છી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, મુંબઈ), પ્રો. પુરુષોત્તમ પવાર (એસવીપીએમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ, બારામતી), અને અનિલ રામદાસ જિભકાટે (સંત જગન્નાડે મહારાજ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, નાગપુર)નો સમાવેશ થાય છે.
આપણ વાંચો: તુષાર શુક્લ, પંકજ ઉધાસ, કુમુદિની લાખિયા સહિત 9 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર
શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 45 શાળા શિક્ષકો, 21 ઉચ્ચ શિક્ષણ અને 16 કૌશલ્ય વિકાસ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.