આમચી મુંબઈ

સરપંચ હત્યા કેસની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે એસઆઇટીની રચના કરી…

મુંબઈ: મસાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યાની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે ૧૦ સભ્યોની વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ની રચના કરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. તપાસ ટીમનું નેતૃત્વ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી)ના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ બસવરાજ તેલી કરશે.

આ પણ વાંચો : બીડ સરપંચ હત્યા: આરોપીઓની ધરપકડની માગણી માટે ગ્રામજનોનું ‘જળ સમાધિ’ આંદોલન…

ટીમના અન્ય સભ્યોમાં નાયબ પોલીસ અધિક્ષક અનિલ ગુજર, બીડના સ્થાનિક ગુના શાખાના મદદનીશ પોલીસ નિરીક્ષક વિજયસિંહ જોનવાલ, લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ મહેશ વિઘ્ને, કેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આનંદ શિંદે, એએસાઇ તુલશીરામ જગતાપ અને પોલીસ કોન્સ્ટેબલ મનોજ વાઘ, ચંદ્રકાંત કાલકુટે, બાલાસાહેબ અહંકરે અને સંતોષ ગીટ્ટેનો સમાવેશ થતો હોવાનું રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે.

બીડ જિલ્લાના કેજ તાલુકામાં મસાજોગના સરપંચ દેશમુખની ૯ ડિસેમ્બરના રોજ અપહરણ કરીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button