આમચી મુંબઈમહારાષ્ટ્ર

સીટ શેરિંગ મુદ્દે MVAમાં હંગામો ચાલુ, શું ભાજપને ફાયદો થશે?

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી આડે હવે માત્ર એક મહિનો બાકી રહ્યો છે. સીટોની વહેંચણીને લઈને મહાયુતિ ગઠબંધનમાં પ્રગતિ જોવા મળી રહી છે. ભાજપે રવિવારે તેના 99 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, પરંતુ બીજી તરફ કોંગ્રેસ અને મહાવિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે સીટની વહેંચણીમાં મડાગાંઠના અહેવાલો છે. આ ખેંચતાણને કારણે કોંગ્રેસ, NCP (શરદ પવાર) અને શિવસેના (UBT) વચ્ચે કોણ કેટલી બેઠકો પર અને ક્યાંથી ચૂંટણી લડશે તે હજુ નક્કી થયું નથી. આ મૂંઝવણના કારણે વિપક્ષી MVA મહાયુતિની સરખામણીમાં બેકફૂટ પર હોય તેવું લાગી રહ્યું છે, કમ સે કમ સીટની વહેંચણીનો મુદ્દો વિપક્ષ માટે ટેન્શનનો વિષય બની શકે છે.

આ પણ વાંચો : ભાજપની પહેલી યાદીમાં 11 નવા ચહેરા, પણ મોટેભાગે નેતાઓના પરિવારજનોને ટિકિટ

MVA માં મડાગાંઠ વચ્ચે કૉંગ્રેસ અને શિવસેના (યુબીટી)ના વડા NCP (એસપી)ના વડા શરદ પવારને વાયબી ચવ્હાણ સેન્ટરમાં મળ્યા હતા અને સીટ શેરિંગ અંગે તેમની સાથે ચર્ચા કરી હતી. એમવીએના સૂત્રોએ જણાવ્યું છે કે એકાદ બે દિવસમાં બેઠકોની વહેચણીનો પ્રશ્ન ઉકેલાઇ જશે.

આ પણ વાંચો : 99 ઉમેદવાર જાહેર કર્યા ભાજપે, જાણો મુંબઈમાં ક્યાંથી કોણ લડશે

કૉંગ્રેસના નેતા નસીમ ખાને જણાવ્યું હતું કે મડાગાંઠવાળી 10 ટકા બેઠકો પર સંમતિ સાધવા માટે ચર્ચા ચાલી રહી છે.
ભાજપે તેના 99 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. એ જ સમયે એનસીપી (એસપી)ના પ્રવક્તા ક્લાઇડ ક્રાસ્ટોએ દાવો કર્યો હતો હતો કે ભગવા પક્ષમાં પણ વંશવાદનું રાજકારણ ચાલે છે. જે લોકો એવું વિચારે છે કે ભાજપ વંશવાદી રાજનીતિમાં માનતો નથી, તે લોકોએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે બહાર પાડવામાં આવેલી ભાજપના 99 ઉમેદવારોની યાદી જોવી જોઇએ. તેમને જાણ થઇ જશે કે ભાજપ વંશવાદી રાજકારણમાં માને છે.

આ પણ વાંચો : મહાવિકાસ અઘાડીમાં સીટ શેરિંગને લઇ સંજય રાઉતે શું કહ્યું, જાણો વિગત…

આ પહેલા શિવસેના યુબીટીના નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે કોઇ પણ સંબંધને એટલા તાણવા ના જોઇએ કે તે તૂટી જાય. શિવસેના-યુબીટી અને કૉંગ્રેસ વચ્ચેની સીટ શેરિંગનો વિવાદ એટલો બધો વધી ગયો હતો કે ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના મહત્વના નેતાઓ સાથે બેઠક કરી હતી, જેમાં સંજય રાઉત, વિનાયક રાઉત, અરવિંદ સાવંત, સુભાષ દેસાઇ, વૈભવ નાયક, મિલિંદ નાર્વેકર અને રાજન વિખરેએ હાજરી આપી હતી અને સીટ શેરિંગ મુદ્દે ચર્ચા કરી હતી.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker