મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે જ રહેશે ગૃહ ખાતું…
મુંબઈ સમાચારના અહેવાલ સાચા પડ્યા: અજિત પવાર પાસે નાણાં અને એકનાથ શિંદેને નગર વિકાસ: બાવનકુળેને મહેસુલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રની મહાયુતિ સરકારની રચના બાદ કેબિનેટનું વિસ્તરણ થયાના પૂરા એક અઠવાડિયા બાદ અને તે પણ શિયાળુ સત્ર પણ પુરું થઈ ગયું. ત્યારબાદ આખરે શનિવારે રાજ્ય કેબિનેટની ખાતાની ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં અપેક્ષા મુજબ જ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગૃહ ખાતું પોતાની પાસે રાખ્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને નગર વિકાસ, ગૃહ નિર્માણ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને નાણાં ખાતું સોંપવામાં આવ્યું છે. ભાજપે ઊર્જા, મહેસુલ, શિક્ષણ જેવા મહત્ત્વના ખાતાં પણ પોતાની પાસે જ રાખ્યાં હતાં. મુંબઈ સમાચારના અહેવાલમાં જણાવ્યા મુજબ જ ખાતાની વહેંચણી થઈ હતી.
આ પણ વાંચો : એફએસઆઇ પર ૧૮ ટકા જીએસટી લગાવવાનો પ્રસ્તાવ: તો ઘરોની કિંમત ૧૦ ટકા વધી જશે
કોને કયું ખાતું મળ્યું?
દેવેન્દ્ર ફડણવીસ: ગૃહ ખાતું, ઊર્જા (નવીનીકરણ ઊર્જાને બાદ કરતાં), કાયદો અને ન્યાયતંત્ર, સામાન્ય વહીવટ, માહિતી અને પ્રસિદ્ધિ
એકનાથ શિંદે: નગર વિકાસ, ગૃહનિર્માણ, જાહેર બાંધકામ (જાહેર સંસ્થાન)
અજિત પવાર: નાણાં અને આયોજન, આબકારી જકાત
ચંદ્રશેખર બાવનકુલે: મહેસુલ
રાધાકૃષ્ણ વિખે પાટીલ: જળ સંસાધન (ગોદાવરી અને કૃષ્ણા વેલી ડેવલપમેન્ટ કોર્પોરેશન)
હસન મુશ્રીફ: તબીબી શિક્ષણ
ચંદ્રકાંત પાટીલ: ઉચ્ચ અને તકનીકી શિક્ષણ, સંસદીય બાબતો
ગિરીશ મહાજન: પાણી પુરવઠો (વિદર્ભ, તાપી, કોંકણ ડેવલપમેન્ટ કોર્પોરેશન)
ગણેશ નાઈક: વન વિભાગ
ગુલાબરાવ પાટીલ: પાણી પુરવઠો અને સ્વચ્છતા
દાદાજી ભૂસે: શાળા શિક્ષણ
સંજય રાઠોડ: જળસંચય
ધનંજય મુંડે: ખાદ્ય અને નાગરિક પુરવઠો
મંગલ પ્રભાત લોઢા: સ્કિલ ડેવલપમેન્ટ, રોજગાર, એન્ટ્રેપ્રેન્યરશીપ એન્ડ ઇનોવેશન
ઉદય સામંત: ઉદ્યોગ, મરાઠી ભાષા
જયકુમાર રાવલ: માર્કેટિંગ, પ્રોટોકોલ,
પંકજા મુંડે: પર્યાવરણ, પશુપાલન
અતુલ સાવે: ઓબીસી કલ્યાણ, ડેરી ડેવલપમેન્ટ અને નવીનીકરણ ઊર્જા
અશોક ઉઈકે: આદિવાસી કલ્યાણ
શંભૂરાજ દેસાઈ: પ્રવાસન, ખાણ
આશિષ શેલાર: આઈટી, સાંસ્કૃતિક બાબતો
દત્તાત્રેય ભારણે: રમતગમત અને યુવા બાબતો, લઘુમતી વિકાસ અને વક્ફ
અદિતી તટકરે: મહિલા અને બાળ કલ્યાણ
શિવેન્દ્રસિંહ ભોસલે: જાહેર બાંધકામ
જયકુમાર ગોરે: ગ્રામવિકાસ અને પંચાયતી રાજ
નરહરી ઝિરવાળ: અન્ન અને ઔષધવહીવટીતંત્ર, વિશેષ સહાય
સંજય સાવકારે: વસ્ત્રોદ્યોગ
સંજય શિરસાટ: સામાજિક ન્યાય
પ્રતાપ સરનાઈક: પરિવહન
ભરત ગોગાવલે: રોજગાર ગેરેન્ટી, બાગાયતી, મીઠાગરની જમીન વિકાસ
મકરંદ જાધવ: રાહત અને પુનર્વસન
નિતેશ રાણે: મચ્છીમારી અને બંદરો
આકાશ ફૂંડકર: શ્રમ
બાબાસાહેબ પાટીલ: સહકાર
પ્રકાશ અબિટકર: જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ
રાજ્યકક્ષાના પ્રધાનો
આશિષ જયસ્વાલ: નાણાં અને આયોજન, કૃષિ, રાહત અને પુનર્વસન, કાયદો અને ન્યાયતંત્ર, શ્રમ
માધુરી મિસાળ: નગર વિકાસ, પરિવહન, સામાજિક ન્યાય, તબીબી શિક્ષણ, લઘુમતી કલ્યાણ અને વક્ફ
પંકજ ભોયર: ગૃહ (ગ્રામીણ), ગૃહનિર્માણ, શાળા શિક્ષણ, સહકાર, ખાણ
મેઘના બોરડીકર: જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પાણી પુરવઠો અને સ્વચ્છતા, ઊર્જા, મહિલા અને બાળ કલ્યાણ, જાહેર બાંધકામ (જાહેર સંસ્થાન)
ઈન્દ્રનીલ નાઈક: ઉદ્યોગ, જાહેર બાંધકામ, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ, આદિવાસી વિકાસ, પ્રવાસન, સોઈલ એન્ડ વોટર ક્ધઝર્વેશન
યોગેશ કદમ: ગૃહ (શહેર), મહેસુલ, ગ્રામવિકાસ અને પંચાયતી રાજ, અન્ન અને નાગરી પુરવઠો તેમ જ ગ્રાહક સંરક્ષણ, અન્ન અને ઔષધ વહીવટીતંત્ર