Maharashtra Politics: Ajit Pawar અને Jitendra Ahwad વચ્ચે ચાલી રહ્યું છે ટ્વીટર વૉર
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજકારણ( Maharashtra Politics)માં બે પક્ષ બે ફાટામાં વેચાયેલો છે. શિવસેનાના બે ભાગ પડ્યા છે અને તે જ રીતે એનસીપીના પણ બે ભાગ પડ્યા છે, જેમાં કાકા ભત્રીજા સામસામે આવી ગયા છે.
શરદ પવાર અને અજિત પવારની એનસીપીના વિધાનસભ્યો અને કાર્યકર્તાઓ પણ સામસામે આવી ગયા છે. તાજેતરમાં જ અજિત પવાર( Ajit Pawar ) ના એક નિવેદન મામલે જીતેન્દ્ર આવ્હાડે (Jitendra Ahwad) તેમની ટીકા કરી હતી, જેનો જવાબ અજિત પવારે આપ્યો છે. બન્ને વચ્ચે સોશિયલ મીડિયામાં ચડસાચડસી ચાલી રહી છે.
અજિત પવાર અને જિતેન્દ્ર આવ્હાડની વચ્ચે ટ્વિટર વોર ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. બારામતીમાં અજિત પવારે કાર્યકરો સાથે વાતચીત દરમિયાન શરદ પવારનું નામ લીધા વિના તેમની ટીકા કરી હતી. ત્યારથી બંને વચ્ચે ટ્વિટર યુદ્ધ શરૂ થઈ ગયું છે.
અજિત પવારે બારામતીમાં જણાવ્યું હતું. હું ટૂંક સમયમાં જ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરીશ. ત્યારે કેટલાક લોકો આવીને ભાવનાત્મક સમર્થન આપશે અને કહેશે કે આ છેલ્લી ચૂંટણી છે, પરંતુ તમારે સમજી લેવું જોઈએ કે અજિત પવાર ઉભા છે અને મત આપો. તેઓ છેલ્લી ચૂંટણી કહેશે, કોણ જાણે છેલ્લી ચૂંટણી ક્યારે થશે.સ્વાભાવિકપણે તેમનો ઈશારો શરદ પવાર તરફ હતો. પવારની દીકરી સુપ્રિયા સુળે અહીંના લોકસભાનાં સાંસદ છે.
અજિત પવારના નિવેદન બાદ શરદ પવાર જૂથના જિતેન્દ્ર આવ્હાડે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આજે અજિત પવારે કાર્યકર્તાઓની સાથે વાતચીત કરતી વખતે હદ વટાવી દીધી છે. આવ્હાડે પવારની ટીકા કરતા કહ્યું હતું કે અજિત પવારે વિચારવું જોઈએ કે શું કોઈ વ્યક્તિના મૃત્યુ માટે પ્રાર્થના કરવી માનવતા માટે યોગ્ય છે. તેમના ટ્વીટનો જવાબ અજિત પવારે આપ્યો છે. મેં ગઈકાલે જે કહ્યું હતું તેનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.
શરૂઆતથી જ NCP પાર્ટી એક હતી ત્યારથી, મેં હંમેશાં કહ્યું છે કે વરિષ્ઠ નેતાઓએ શારીરિક તંદુરસ્તી વિશે વિચારવું જોઈએ અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. મેં અગાઉ પણ આ અભિપ્રાય વ્યક્ત કર્યો છે, પરંતુ કેટલાક લોકો પોતાના રાજકારણ માટે વરિષ્ઠ નેતાઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. તેઓ આ વાત સમજશે નહીં.
મેં સમયાંતરે તેમના વિશે મારી લાગણીઓ વ્યક્ત કરી છે. પણ કેટલાક લોકોને ‘ધ’ ને ‘મા’ બનાવવાની આદત હોય છે, આવા નાટકીય લોકોને હું મહત્વ નથી આપતો, પરંતુ હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે સામાન્ય લોકોએ મારી લાગણીઓ સમજવી જોઈએ.