આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રની રાજનીતિ: મુખ્યપ્રધાન પદ માટે ફડણવીસ અને શિંદે તરફી ધારાસભ્યો વચ્ચે વાક્યુદ્ધ

મુંબઈ: છેલ્લા એક વર્ષથી રાજ્યના રાજકારણમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. એકનાથ શિંદેએ બળવો કરીને ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા, ત્યારબાદ અજિત પવારે પણ તેમને સમર્થન આપ્યું હતું. એ જ રીતે ફડણવીસ, શિંદે અને અજિત પવારના સમર્થકો વચ્ચે આગામી મુખ્યપ્રધાન પદને લઈને સતત શાબ્દિક ટપાટપી ચાલી રહી છે. હવે વિધાન સભ્ય પ્રસાદ લાડ અને વિધાનસભ્ય સંજય શિરસાટ પણ આ ચર્ચામાં કૂદી પડ્યા છે.

પ્રસાદ લાડે દાવો કર્યો છે કે 2024 પછી એકનાથ શિંદે નહીં પરંતુ દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હશે વિધાન સભ્ય સંજય શિરસાટે દાવો કર્યો છે કે શિંદે 2024માં પણ મુખ્યપ્રધાન તરીકે જ રહેશે.

પ્રસાદ લાડે શું કહ્યું?
ભાજપના વિધાન સભ્ય પ્રસાદ લાડે દાવો કર્યો છે કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ફરી એકવાર સરકાર બનશે અને દેવેન્દ્ર ફડણવીસ આપણા મુખ્યપ્રધાન હશે તેમાં કોઈ શંકા નથી, બાપ્પાએ નક્કકી ર્યું છે, તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આ દેશમાં 2024 સુધી નહીં, 2034 સુધી રહેશે.

એકનાથ શિંદે મુખ્યપ્રધાન રહેશે – સંજય શિરસાટ
સંજય શિરસાટે કહ્યું કે, રાજનીતિમાં દરેક પાર્ટીના કાર્યકર્તાને ચોક્કસપણે લાગે છે કે તેમની પાર્ટી જ મુખ્યપ્રધાન બને. તો પ્રસાદ લાડની જેમ અમે પણ કહીએ છીએ કે જે રીતે એકનાથ શિંદે કામ કરી રહ્યા છે, તે જ રીતે આગામી સમયમાં તેઓ મુખ્યપ્રધાન બનવા જોઈએ. પ્રસાદ લાડ ભાજપના વિધાન પરિષદના વિધાન સભ્ય છે. તેમને તેમના નેતાનું નામ આપવામાં કંઈ ખોટું નથી. અમને એમ પણ લાગે છે કે એકનાથ શિંદે જ મુખ્યપ્રધાન રહેશે. અજિત પવારના જૂથને લાગે છે કે અજિત પવાર મુખ્યપ્રધાન બનશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button