લાડકી બહેન બાદ દેવા ભાઉ! યોજનાના શ્રેય માટેની ખેંચતાણ વચ્ચે રિલીઝ થયું સોન્ગ…
મુંબઈ: બજેટ દરમિયાન લાડકી બહેન યોજનાની જાહેરાત થઇ ત્યારથી જ વિરોધ પક્ષોની ટીકા કારણે આ યોજના ચર્ચામાં રહી હતી અને હવે સત્તાધારી મહાયુતિના ત્રણેય પક્ષમાં આ યોજનાનો શ્રેય લેવા માટે ખેંચતાણ ચાલતી હોવાનું દૃશ્ય છે.
આ પણ વાંચો : મુંબઇના ધારાવીમાં મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડવા પહોંચેલી BMC, વિસ્તારમાં તંગદિલી
આ યોજનાનું શ્રેય દેવેન્દ્ર ફડણવીસને જાય એ માટે હવે ભાજપ દ્વારા એક વીડિયો સોન્ગ તૈયાર કરવામાં આવ્યું છે. ‘બહીણી ચા ભાઉ દેવા ભાઉ’ એટલે કે ‘બહેનનોના ભાઇ દેવા ભાઇ’ એવું ગીત ભાજપ દ્વારા તૈયાર કરીને સોશિયલ મીડિયા સહિતના માધ્યમોમાં મૂકવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કેનાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા તેમના કાર્યક્રમોમાં લગાવાયેલા લાડકી બહેન યોજનાના બેનરો-પોસ્ટરોમાંથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો ફોટો કે નામ ગાયબ હોવાના કારણે આ શિવસેના(શિંદે જૂથ)ના નેતાઓ દ્વારા એનસીપી(અજિત પવાર જૂથ)ની ટીકા કરવામાં આવી હતી.
આ ગીતના કારણે લાડકી બહેન યોજનાનો જશ ખાટવા માટે મહાયુતિના ત્રણેય પક્ષમાં ખેંચતાણ ચાલી રહી હોવાની ચર્ચા છે. આ ઉપરાંત હવે શિવસેના દ્વારા પણ લાડકી બહેન યોજનાનો શ્રેય મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને જાય એ માટે કોઇ પ્રયાસ કરવામાં આવશે તેવી ચર્ચા પણ થઇ રહી છે.