મહારાષ્ટ્રની જનતાને પેપરબોન્ડથી છુટકારો, આજથી ઈલેક્ટ્રોનિક બોન્ડ શરૂ…

મુંબઈઃ દેશની ઘણી સેવાઓ ડિજિટલ કે ઈલેક્ટ્રોનાઈઝ્ડ થઈ રહી છે. આમ થવાથી કામમાં ઝડપ અને પારદર્શકતા આવે છે અને કામકાજમાં સરળતા પણ રહે છે. મહારાષ્ટ્ર સરકારે આ દિશામાં વધુ એક સર્વિસને પેપરલેસ કરી છે. હવેથી રાજ્યમાં પેપરલેસ બોન્ડ એટલે કે ઈલેક્ટ્રિક બોન્ડનો ઉપયોગ થશે. એક્સપોર્ટ અને ઈમ્પોર્ટના કામકાજ સાથે જોડાયેલા લોકોને ભારે રાહત મળશે.
કસ્ટમ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ચકાસણીને કારણે છેતરપિંડી પણ અટકશે. ઇલેક્ટ્રોનિક રીતે અગાઉના બોન્ડમાં રકમ બદલવી અથવા વધારવી શક્ય બનશે. કસ્ટમ અધિકારીઓ અને ગ્રાહકોના ઇ-સિગ્નેચરને કારણે વ્યવહારો વધુ સુરક્ષિત અને પારદર્શક બનશે. મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ઇલેક્ટ્રોનિક બોન્ડ અંગે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ઇ-બોન્ડ સિસ્ટમના ફાયદા શું છે?
ઇ-બોન્ડ સિસ્ટમ નેશનલ ઇ-ગવર્નન્સ સર્વિસિસ લિમિટેડ (NeSL) અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) ના ટેકનિકલ સપોર્ટ સાથે, આયાતકારો અને નિકાસકારો માટે કસ્ટમ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ અને સરળ બનાવવામાં આવશે. આ ઇ-સ્ટેમ્પિંગ, ઇ-સિગ્નેચર, ઓનલાઈન પેમેન્ટ, રીઅલ-ટાઇમ વેરિફિકેશન, ડિજિટલ રેકોર્ડનો ઉપયોગ કરવામાં આવશે.
સરકાર બધી પ્રક્રિયાઓને ઝડપી, સુરક્ષિત અને પારદર્શક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સીધા ઓનલાઈન કાનૂની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ નિર્ણય ઉદ્યોગ માટે મોટી રાહત હશે. તે વ્યવહાર ખર્ચ અને સમય બચાવશે અને દસ્તાવેજોના જટિલ કામમાં રાહત મળશે.
આ પણ વાંચો…ભાજપના રાજમાંં ન્યાયની માગણી કરવી એ રાજદ્રોહ બની ગયો છે: ઉદ્ધવ ઠાકરે