આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુખ્ય પ્રધાન શિંદેએ આપ્યા સારા સમાચાર, લાડકી બહેનો માટે…..

મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનની મારી લાડકી બહેન યોજના રાજ્યના બજેટમાં રજૂ કરવામાં આવી હતી. 2 જુલાઈના રોજ રાજ્યની વિધાનસભામાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય રાજ્યમાં મહિલાઓને સશક્તિકરણ અને સમર્થન આપવાનો છે. આ યોજના તેમના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા તેમના શિક્ષણ, આરોગ્ય અને એકંદર સુખાકારીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ યોજના હેઠળ 21 થી 60 વર્ષની વયની પાત્ર મહિલાઓને સરકાર દ્વારા દર મહિને 1500 રૂપિયા આપવામાં આવશે. યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. રાજ્યભરમાં મહિલાઓની ઉમટતી ભીડ જોઇને સરકારે હવે આ યોજના માટે અરજી કરવાની સમયમર્યાદા લંબાવી છે અને પાત્ર વય જૂથને 21-60 વર્ષથી 21-65 વર્ષ સુધી અપડેટ કર્યું છે, તેથી હવે મહિલાઓ આ યોજના માટે 31 ઓગસ્ટ 2024 સુધી અરજી કરી શકશે. મુખ્ય પ્રધાન કાર્યાલયે આ અંગે માહિતી આપી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.

શરૂઆતમાં આ યોજના માટે રહેઠાણનું પ્રમાણપત્ર ફરજિયાત હતું, પરંતુ હવે જો રહેઠાણનું પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોય તો અન્ય દસ્તાવેજો સ્વીકારી શકાય છે. તેમાં 15 વર્ષ જૂનું રેશન કાર્ડ, મતદાર ID, શાળા છોડવાનું પ્રમાણપત્ર અથવા જન્મ પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પીળા અથવા નારંગી રેશનકાર્ડ ધરાવતા પરિવારો પાસે હવે આવકનું પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોય તો સબમિટ કરવાની જરૂર નથી. અન્ય રાજ્યોમાં જન્મેલી પરંતુ મહારાષ્ટ્રના રહેવાસી સાથે પરિણીત મહિલાઓ પાત્રતા સાબિત કરવા માટે તેના પતિનું જન્મ પ્રમાણપત્ર, શાળા છોડવાનું પ્રમાણપત્ર અથવા રહેઠાણ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરી શકે છે. પરિવારની પાત્ર અપરિણીત મહિલાઓ પણ અરજી કરી શકે છે. ઉપરાંત જે આંગણવાડી કાર્યકરો મોબાઇલ એપનો ઉપયોગ કરીને લાભાર્થીઓને ઓનલાઇન અરજી ભરવામાં મદદ કરે છે, તેમને લાભાર્થી દીઠ 50 રૂપિયા પ્રોત્સાહનરૂપે આપવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ…