આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાંથી દરિયાઈ વેપાર માટે આવ્યા મોટા સમાચાર, નવું પોર્ટ આ વર્ષથી ધમધમશે

મુંબઈ: મહારાષ્ટ્રમાંથી દરિયાઈ માર્ગે વેપારની વધુ ઉજ્જવળ તકો ઊભી થશે, જેના માટે આગામી વર્ષ સુધીમાં વધુ એક પોર્ટ તૈયાર થઈ જશે. મહારાષ્ટ્રમાં દરિયાઈ વેપારની પુષ્કળ સંભાવનાઓને જોઈને મુંબઈ નજીક પાલઘરમાં વાઢવાણ ખાતે રૂ. 61,000 કરોડના ખર્ચે પોર્ટના નિર્માણ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

ટ્રસ્ટના જણાવ્યા અનુસાર વાઢવાણમાં પોર્ટ તૈયાર કરવા માટે ત્રણ કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યા છે. આ પોર્ટમાં એક કિલોમીટરના કુલ નવ ટર્મિનલ હશે. પોર્ટ પૂર્ણ થવાથી રાજ્યને આર્થિક લાભ તો થશે જ પરંતુ હજારો નવી રોજગારીની તકો પણ ઉપલબ્ધ થશે.


હાલમાં રાજ્યમાં બે પોર્ટ છે, મુંબઈમાં મુંબઈ પોર્ટ અને નવી મુંબઈમાં જેએનપીટી પોર્ટ. મુંબઈ શહેરની નજીક હોવાને કારણે પોર્ટ દ્વારા થતા વેપારમાં ઘણો ઘટાડો થયો છે. જેએનપીટી પછી રાજ્યને બીજું પોર્ટ મળવાથી દરિયાઈ વેપારમાં અનેકગણો વધારો થવાની ધારણા છે. આ સમિટનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.


આ અવસરે તેમણે કહ્યું કે ભારત વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે. આ લક્ષ્યને હાંસલ કરવામાં દરિયાઈ વેપાર મુખ્ય ભૂમિકા ભજવશે.

દેશમાં જ નવા પોર્ટ, નવા જળમાર્ગો અને જહાજોનું નિર્માણ થઈ રહ્યું છે. દેશમાં આવતા દરિયાઈ પ્રવાસીઓ અને ક્રૂઝ શિપની સંખ્યા સતત વધી રહી છે. ભારત ટૂંક સમયમાં વિશ્ર્વનું ક્રૂઝ હબ બનશે, મુંબઈમાં બની રહેલા ઈન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલનો આમાં મોટો ફાળો હશે.


દર વર્ષે આશરે 200 ક્રૂઝની અપેક્ષા\ ઈન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ 2024 સુધીમાં માટે તૈયાર થઈ જશે. દર વર્ષે લગભગ 200 ક્રુઝ જહાજો આ ટર્મિનલ પર આવવાની અપેક્ષા છે.

મહારાષ્ટ્રમાં લગભગ 720 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે. દરિયા કિનારાનો યોગ્ય ઉપયોગ કરીને વેપારને પ્રોત્સાહન આપવાની સાથે ટ્રાફિક માટે નવા માર્ગો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેએનપીટી 2022-23માં વિશ્ર્વના ટોચના 30 પોર્ટમાંનું એક છે. તે જ સમયે મુંબઈ પોર્ટના ક્રુઝ ટર્મિનલથી સેંકડો વિદેશી પ્રવાસીઓ અહીં પહોંચ્યા હતા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button