મોટર વેહિકલ ટેક્સમાં વધારો કરવાનો પ્રસ્તાવ વિધાનસભામાં મંડાયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યની મહેસુલી આવકમાં વધારો કરવાના હેતુ સાથે મહારાષ્ટ્ર મોટર વેહિકલ એક્ટ, 1958માં સુધારો કરવાનો ખરડો મહારાષ્ટ્ર વિધાનસભામાં બુધવારે માંડવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર મોટર વેહિકલ ટેક્સ (અમેન્ડમેન્ટ) એક્ટ, 2025 ખરડામાં મોટર સાઈકલ, ટ્રાઈસિકલ, મોટર કાર અને ઓમ્ની બસના વન-ટાઈમ ટેક્સમાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ઈતિહાસને ડામવા માટે 400 વર્ષ પહેલાનો ઈતિહાસ ખોદ્યોઃ ઉદ્ધવ ઠકારેની ટીકા
આવી જ રીતે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) અથવા લિક્વીફાઈડ પેટ્રોલ ગેસ (એલપીજી) પર ચાલતા વાહનો પરના વેરામાં એક ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈક દ્વારા આ ખરડો માંડવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના વર્ષ 2025-26ના બજેટમાં ત્રીસ લાખથી વધુની કિંમત ધરાવતા ઈલેક્ટ્રિક વેહિકલ્સ પર છ ટકાનો વેરો લાદવાનો પ્રસ્તાવ માંડ્યો હતો. આવી જ રીતે સીએનજી અને એલપીજી વાહનો પર એક ટકાનો વેરા-વધારો માંડ્યો હતો. આવી જ રીતે બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહનો અને લાઈટ ગુડ્સ વેહિકલ્સ (એલજીવી) પર સાત ટકા વેરો લાદવામાં આવ્યો છે.
આ પણ વાંચો : આકર્ષક વ્યાજ દરની યોજનાઓ દ્વારા છેતરપિંડીથી બચાવવા રાજ્યમાં નાણાકીય ગુપ્તચર એકમ: દેવેન્દ્ર ફડણવીસ
આ સુધારા ખરડો બાંધકામ માટે ઉપયોગમાં લેવાતા વાહનો જેમ કે ક્રેન, કમ્પ્રેસર, પ્રોજેક્ટર અને એક્સકેવેટરની કિંમત પર રજિસ્ટ્રેશન વખતે એક વખતનો સાત ટકા વેરો લેવાનો પ્રસ્તાવ ધરાવે છે. આ ખરડામાં 7,500 કિલો ગ્રામ સુધીનો સામાન લઈ જનારા વાહનો પર સાત ટકા વન-ટાઈમ ટેક્સ વસૂલ કરવાનો પ્રસ્તાવ પણ ધરાવે છે.