Maharashtra MLC Election: વિધાનપરિષદની ચૂંટણીના પરિણામોમાં કોણે મારી બાજી?

મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી (Maharashtra MLC Election)માં મતદાન પૂરું થયા પછી હવે મતગણતરી ચાલુ છે, જેમાં પ્રાથમિક પરિણામોમાં મહાયુતિની આગેકૂચ જોવા મળી રહી છે. વિધાન પરિષદની ચૂંટણીને લઈ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.
મળતા અહેવાલ પ્રમાણે મહાયુતિના નવ ઉમેદવારની જીત થઈ છે, જેમાં પંકજા મુંડેની જીત પછી ઈમોશનલ થયા હતા. પંકજા મુંડે (26), પરિણય ફુકે (26), સદાભાઉ ખોત (14), અમિત ગોરખે (26) અને યોગેશ ટિળેકર (26)ની જીત થઈ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર)ના શિવાજી રાવ ગરજે (24), રાજેશ વિટેકર (21), શિવસેના (એકનાથ શિંદે)ના કૃપાલ તુમાને 24 અને ભાવના ગવળી (24) મત મળ્યા છે.
અજિત પવારે આપ્યું મહત્ત્વનું નિવેદન
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પરિણામો ગણતરી વચ્ચે કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીના પરિણામોમાં મહાયુતિના તમામ ઉમેદવારની જીત થઈ છે. એને જોતા અજિત પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિનો આ જ પ્રકારે વિજય થશે.
11 સીટ માટે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે, જેમાં 27 જુલાઈના કાર્યકાળ પૂરો થયો છે અને સીટ માટે આજે ચૂંટણી યોજવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા પાંચ ઉમેદવાર મેદાનમાં હતા, જેમાં પંકજા મુંડે, યોગેશ તિલકર, પરિણય ફુકે, અમિત ગોરખે, સદાભાઉ ખોત તેમ જ સહયોગી પાર્ટી એકનાથ શિંદેની શિવસેનાએ બે ઉમેદવાર મેદાનમાં હતા. પૂર્વ લોકસભાના સભ્ય કૃપાલ તુમાને અને ભાવના ગવળી તેમ જ એનસીપીએ શિવાજીરાવ ગરજે અને રાજેશ વિતેકરને ટિકિટ આપી હતી. રાજ્યમાં વિપક્ષી પાર્ટી મહાવિકાસ પાર્ટી (એમવીએ)એ ત્રણ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસના ત્રણ વિધાનસભ્યએ પાર્ટીની બેઠક ટાળી
મહારાષ્ટ્રમાં ક્રોસ વોટિંગની ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસના ૩૭ વિધાનસભ્યમાંથી ત્રણે શુક્રવારે વિધાન પરિષદની ચૂંટણી પહેલા પાર્ટી દ્વારા બોલાવવામાં આવેલી મીટિંગમાં ભાગ લેવાનું ટાળ્યું હતું. ગુરૂવારે રાત્રે મળેલી બેઠકમાં જીશાન સિદ્દીક, જીતેશ અંતાપુરકર અને સંજ્ય જગતાપ ગેરહાજર રહ્યા હતા. અંતાપુરકર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણના નજીકના છે, જેઓ થોડા મહિનાઓ પહેલાં ભાજપમાં સામેલ થયા હતા. જ્યારે જીશાનના પિતા બાબા સિદ્દીક લોકસભા ચૂંટણી પહેલા અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીમાં જોડાયા હતા. સંજય જગતાપ સભા છોડી ગયા કારણ કે તેઓ વારી (વાર્ષિક તીર્થયાત્રા)માં હતા અને મંદિરના નગર પંઢરપુર જતા હતા.
પાર્ટીએ કહ્યું હતું કે જગતાપે તેમની ગેરહાજરી અંગે નેતૃત્વને જાણ કરી હતી. જોકે સુલભા ખોડકે, જેમના પતિ અજિત પવારના નજીકના સાથી છે અને હીરામન ખોસ્કર, એનસીપીના સંપર્કમાં હોવાનું કહેવાય છે, તેમણે બેઠકમાં હાજરી આપી હતી.