આમચી મુંબઈમહારાષ્ટ્ર

Maharashtra MLC Election: 4 બેઠક માટે 55 ઉમેદવાર મેદાનમાં

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલા રાજ્યમાં વિધાન પરિષદની ચૂંટણી (Maharashtra MLC Election)યોજાવાની છે અને વિધાન પરિષદની ચાર બેઠક માટે પંચાવન ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણીમાં 4.29 લાખ મતદારો મત આપશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ચાર બેઠકો જેના પર ચૂંટણી યોજાવાની છે તે મુંબઈ ટીચર્સ, નાશિક ટીચર્સ, મુંબઈ ગ્રેજ્યુએટ્સ અને કોંકણ ગ્રેજ્યુએટ્સ આ પ્રમાણે છે. આ ચૂંટણી 26મી જૂનના રોજ યાજવામાં આવશે જ્યારે તેના પરિણામો પહેલી જુલાઇના રોજ જાહેર કરવામાં આવશે.

હાલ જે વિધાન પરિષદના સભ્યો છે તેમની મુદત પૂરી થઇ રહી હોવાના કારણે આ ચૂંટણીઓ યોજવી અનિવાર્ય બની હતી. મુંબઈ ગ્રેજ્યુએટ્સ બેઠક માટે આઠ ઉમેદવારો મેદાનમાં છે જેમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતા તેમ જ ભૂતપૂર્વ પ્રધાન અનિલ પરબ પણ સામેલ છે. જ્યારે ભાજપ તરફથી આ બેઠક પરથી કિરણ શેલાર ચૂંટણી લડશે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા સાથી પક્ષે ભાજપનું વધાર્યું, ટેન્શન, કરી 100 સીટોની માંગણી

આ બેઠકના ઉમેદવારને મત આપવા માટે કુલ 1,20,771 મતદાર લાયક છે, જેમાં 71,010 પુરુષો અને 49,755 મહિલાઓ અને છ તૃતીયપંથીયનો સમાવેશ થાય છે.

કોંકણ ગ્રેજ્યુએટ્સ બેઠક પર કૉંગ્રેસના રમેશ કીર અને ભાજપના નિરંજન ડાવખરે વચ્ચે જંગ જોવા મળશે. આ બેઠક પર કુલ 13 ઉમેદવારો ચૂંટણી લડશે. મુંબઈ ટીચર્સ બેઠક પર પણ 13 ઉમેદવારો ટકરાશે, જેમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના જે. એમ. અભયંકર અને એનસીપીના શિવાજી નલાવડે વચ્ચે રસાકસી જોવા મળશે. આ બેઠક પર ભાજપ અપક્ષ ઉમેદવાર શિવનાથ દરડેનું સમર્થન કરી રહી છે. આ બેઠક પર કુલ 15,839 મતદાર છે

Show More

Related Articles

One Comment

  1. *બીજેપી ના મિહિર કોટેચા નોર્થ ઇસ્ટ મુંબઈ ઇલેક્શનમાં અગ્રેસર હોવા છતાં હારવાના કારણો…*

    56.37% નું વોટિંગ નોર્થ ઇસ્ટ મુંબઈમાં થયું બાકીના 43.63% નું વોટિંગ શું કામ ન થયું ???

    ♦ ‌આમાં બે ચાર કારણો આગળ પડતા દેખાઈ રહ્યા છે જેમાં એક કારણ છે C1 કેટેગરી (જર્જરીત) મકાનોને રિલેટેડ જે ભાડુતો હાલાકી ભોગવી રહ્યા છે એ ભાડુતો જે હંમેશા બીજેપીના જ સમર્થક રહ્યા છે છતાં આ વખતે એ લોકો વોટીંગ આપવા ગયા જ નથી આનો પૂરેપૂરો શ્રેય બિલ્ડર લોબી ને જ જાય છે. જેનો મેસેજ થોડા વખત પહેલાં ફર્યો હતો. ત્યારે જ ભાડું તો એ વોટ ન આપવાની અથવા તો NOTA માં વોટ આપવાની ચીમકી આપી હતી.

    ♦ ‌C1 કેટેગરી પાઘડી વાળા ભાડુતો ને રિડેવલપમેન્ટમાં ઓછામાં ઓછી 405 ફૂટ મળવી જ જોઈએ એવો કાયદો પસાર થઈ ગયો છે છતાં પણ બિલ્ડર એ ભાડુતો ને 261ft અથવા તો 300ft આપી નોટરી ડ્રાફ્ટ ઉપર જબરદસ્તી ભાડુતોની સાઇન લેવા માટે મજબૂર કરે છે

    ‌ ♦ 405 ફૂટ આપવાની બદલે બિલ્ડર ભાડુતોને 300 ફૂટજ આપે છે એટલે કે 105 ફૂટ બિલ્ડર ખાઈ જાય છે. ઓછામાં ઓછો ઘાટકોપરમાં 20,000 નો ભાવ પકડો તો પણ 105 ફૂટ × 20,000 = 21,00,000 *(21 લાખ રૂપિયા એક ભાડુત ના)*

    ♦ ‌300 ફૂટ વાળા નોટરી ડ્રાફ્ટ ઉપર સાઈન કરીને ભાડુત પોતાનું 21 લાખ રૂપિયાનું નુકસાન કરે છે અને બિલ્ડર આવા એક જ એરિયાના 500 ભાડુત પાસે આજ નોટરી ડ્રાફ્ટ ઉપર સાઇન કરાવે છે. ૨૧ લાખ (એક ભાડુત ના) × ૫૦૦ ભાડુત = *૧,૦૫,૦૦,૦૦,૦૦૦ (એક અબજ પાંચ કરોડ)* એટલે કે બિલ્ડર એક અબજ પાંચ કરોડ રૂપિયા જે ભાડુત ના હકના છે એ જ ભાડુત પાસેથી છીનવીને પોતાનું ઘર ભરે છે. સાથે સાથે તમામ ખોટી શરતો પણ નોટરી પેપર માં ભાડુતો પાસે સાઈન લેવડાવી ભાડુત પર લાગુ કરે છે. 10 વરસ, 12 વરસથી પાઘડી વાળા ભાડુતો C1ના નામે મકાનો તોડ્યા પછી રીડેવલપમેન્ટમાં પોતાના ઘર માટે તરસી રહ્યા છે છતાં આજ સુધી એમને ઘર મળ્યું નથી બિલ્ડર તરફથી પૂરા ભાડા પણ અપાતા નથી.

    ♦ ‌ *ઘાટકોપરમાં થી મુલુંડ આ સરસ મજાનું કામ કયો ડેવલપર કરે છે એ જગજાહેર છે*. આવી શરમજનક રમત ની જાણ નોર્થ ઈસ્ટ મુંબઈના દરેક બીજેપીના કાર્યકર્તા, એમએલએ, એમપી , કોર્પોરેટર ને છે, છતાં એ લોકોએ આ બાબત અંગે આંખ આડા કાન કર્યા જે રીઝલ્ટ રૂપે લોકસભાની ચૂંટણીમાં આપણે બધાએ જોયું. MLA , MP બે દિવસ આવે, જનતા સામે ફક્ત અને ફક્ત દેખાડો કરવા બિલ્ડર વિરુદ્ધ ધાંધલ કરે, ત્રીજા દિવસે બિલ્ડર MLA , MP ની પીઠ પાછળ પ્રેમથી હાથ ફરાવે એટલે MLA , MP બિલ્ડરના ખોળામાં બેસી જાય.

    ♦ ‌આગળ જતા વિધાનસભાની ચૂંટણી આવવાની છે ખરેખર બીજેપી એ ગ્રાસ રૂટ લેવલથી કંઈક કરવા માંગતી હોય તો નાની નાની બાબતો ઉપર ધ્યાન આપવું જોઈએ. નાના માણસોની વ્યથા ને ધ્યાનમાં રાખીને કામ કરવું પડશે. નાના માણસો પાસેથી જ વોટ મળશે, બાકી બિલ્ડરો તો વોટ દેવા જવાની તસ્દી પણ લેતા નથી. નાના માણસો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે નહીં તો મજબૂરીમાં પણ નાના માણસો વોટ નહીં આપે અને છેવટે ખોટો માણસ આવી ને પ્રતિનિધિત્વ કરશે. ધન્યવાદ……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ