કહેવાનું ઘણું છે, પણ…એમ કહી Baba Siddiqueએ Congress સાથેનો છેડો ફાડ્યો
મુંબઈઃ લગભગ 55 વર્ષના કૉંગ્રેસ સાથેના જોડાણ બાદ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિન્દ દેવરાએ કૉંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું તેના લગભગ 15-20 દિવસ બાદ મુંબઈના બીજા એક મોટા નેતાએ કૉંગ્રેસ પક્ષને રાજીનામું ધરી દીધું છે. મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન રહી ચૂકેલા કૉંગ્રેસના નેતા બાબા સિદ્દિકી (Baba Siddique)એ હવે પક્ષના સભ્યપદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે.
સિદ્દિકીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે હું યુવાન હતો ત્યારથી પક્ષ સાથે જોડાયો છું અને 48 વર્ષ પક્ષનો સભ્ય રહ્યો છું. તેમણે એમ પણ લખ્યું છે કે કહેવાનું ઘણું બધું છે પણ ઘણી વાર ન કહેવું વધારે યોગ્ય હોય છે.
કૉંગ્રેસ( Congress) ના મુંબઈમાં હાલમાં એક પણ સાંસદ નથી. પાછલી બે લોકસભાની ચૂંટણીમાં છમાંથી એક પણ સાંસદ ચૂંટાયા નથી. પક્ષ મહાનગરપાલિકા, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં નબળો પુરવાર થઈ રહ્યો છે. તેવામાં પક્ષમાં મોટું સ્થાન ધરાવતા નેતાઓના રાજીનામાં કૉંગ્રેસ માટે ચિંતાનો વિષય છે. સિદ્દીકીએ આગળ શું નિર્ણય લેશે તે અંગે હજુ કંઈ જણાવ્યું નથી.