આમચી મુંબઈમહારાષ્ટ્ર

લાડકી બહેનોને સીએમએ આપ્યો ઝાટકો, 1 સપ્ટેમ્બરથી અરજી કરનારાઓને મળશે માત્ર…..

મુંબઇઃ મહારાષ્ટ્ર સરકારની મહત્વાકાંક્ષી અને સૌથી વધુ લોકપ્રિય એવી ‘મુખ્ય પ્રધાન મારી લાડકી બહેન’ યોજના માટે અરજી કરનારી મહિલાઓ માટે સારા સમાચાર છે. સરકારે આ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવવાનું કામ સપ્ટેમ્બરમાં પણ ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. સરકારે સપ્ટેમ્બર મહિનામાં પણ લાડકી બહેન યોજના હેઠળ તમામ પાત્ર મહિલા લાભાર્થીઓની નોંધણીને મંજૂરી આપી છે, પરંતુ હવે આ અંગે મહત્વનું અપડેટ આવ્યું છે.

સરકારે જણાવ્યું છે કે જે મહિલાઓએ 1 સપ્ટેમ્બરથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમને જુલાઈ અને ઑગસ્ટ મહિનાના પૈસા નહીં મળે. મહિલા અને બાળ કલ્યાણ ખાતાના પ્રધાન અદિતિ તટકરેએ માહિતી આપી હતી કે લાભાર્થી મહિલાઓને તે જ મહિનામાં લાભ મળશે જે મહિનામાં નોંધણી થશે.

મહારાષ્ટ્ર સરકારે ચૂંટણીના સમયગાળા દરમિયાન મુખ્ય પ્રધાન માઝી લાડલી બહેન યોજના શરૂ કરી હતી. આ યોજનાને રાજ્યભરની મહિલાઓ તરફથી હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રની 1 કરોડથી વધુ મહિલાઓએ આ યોજના માટે અરજી કરી છે. રાજ્ય સરકાર દ્વારા ખ્ય પ્રધાન માઝી લાડલી બહેન યોજનાના બે હપ્તા પણ ચૂકવવામાં આવ્યા છે. જો કે, 1 સપ્ટેમ્બરથી નોંધણી કરાવનાર મહિલાઓને અગાઉના બે મહિનાનો લાભ નહીં મળે. 1 સપ્ટેમ્બરથી અરજી કરનાર વહાલી બહેનોને સપ્ટેમ્બરના જ પૈસા મળશે. તેમને જુલાઈ અને ઓગસ્ટ મહિના માટે પૈસા નહીં મળે.
આ યોજના હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ હતી, પરંતુ હજુ પણ ઘણી મહિલાઓ આ યોજના હેઠળ રોજેરોજ અરજી કરી રહી છે. કેટલાક વિસ્તારોમાં ટેક્નિકલ સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. આવી બધી મુશ્કેલીઓને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે આ યોજના માટે અરજી કરવાની સમયમર્યાદા એક મહિનો લંબાવી હોવાનું જાણવા મળ્યું છે.

Show More

Related Articles

Back to top button
દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance…