મહાયુતિમાં વિખવાદ અંગે ભાજપનો જવાબઃ કોઈ કાર્યકરો પક્ષને નુકસાન નથી પહોંચાડી રહ્યા…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં આજકાલ સત્તા પક્ષમાં રાજકારણ ગરમાયું છે. મહાયુતિમાં ચાલી રહેલા વિખવાદ પર ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના ભૂતપૂર્વ પ્રદેશપ્રમુખ અને રાજ્યપ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ પ્રતિક્રિયા આપી છે. આજે મુંબઈમાં મીડિયા સાથે વાત કરતા બાવનકુળેએ કહ્યું કે કેટલીક ઘટનાઓ બની રહી છે. સ્થાનિક સ્તરે ભાજપના કાર્યકરો શિવસેનામાં અને શિવસેનાના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે, પરંતુ એકનાથ શિંદેના કાર્યકરો ભાજપને નુકસાન પહોંચાડી રહ્યા છે કે અજિત દાદાના કાર્યકરો ભાજપ સરકારને નુકસાન પહોંચાડી રહ્યા છે એવું નથી.
ભાજપના નેતાએ કહ્યું, “સ્થાનિક સ્તરે થોડી ખટપટ થાય, પરંતુ એવું નથી કે મહારાષ્ટ્રમાં કાર્યકરો લડી રહ્યા છે. અમારા કાર્યકરો મહા વિકાસ આઘાડી (એમવીએ)ની જેમ એકબીજાને મારતા નથી. ગઠબંધનમાં ત્રણ પક્ષો છે. સ્થાનિકસ્તરે બધા કોર્પોરેટર, જિલ્લા પંચાયત અને જિલ્લા પરિષદના પદો પર પ્રવેશ કરવા માંગે છે. આ જ કારણ છે કે કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે.
તેમણે જણાવ્યું કે જ્યારે શિવસેના સત્તામાં હતી, ત્યારે ભાજપ વિશ્વાસપૂર્વક એકનાથ શિંદેની પાછળ ઊભો હતો. અમે અમારા કાર્યકરોમાં એ વિશ્વાસ જગાડ્યો કે અમારી સરકાર સારું કામ કરીને મહારાષ્ટ્રનો વિકાસ કરશે. અમારા 1 કરોડ 51 લાખ કાર્યકરો એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે જવાબદારીપૂર્વક ઊભા છે.
બાવનકુળેએ વધુમાં કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં પણ મહારાષ્ટ્ર ભાજપ સરકારની સાથે ઊભા છે. આ ઉપરાંત, શિવસેના અને અજિત દાદાના કાર્યકરો પણ સરકારની સાથે મજબૂત રીતે ઊભા છે.
રાજ્ય પરના નાણાકીય બોજ અંગે તેમણે કહ્યું કે રાજ્ય પર 32,000 કરોડ રૂપિયાનું દેવું છે. પૂરને કારણે ખેડૂતોને નુકસાન થયું છે. આનાથી થોડી કટોકટી ઊભી થઈ, પરંતુ સરકારે તેનો સામનો કર્યો છે. કોઈને ખબર નહોતી કે આવું થવાનું છે, તેનાથી વિકાસની ગાડી થોડી ધીમી પડી ગઈ, પરંતુ જે રીતે બેંકોએ મદદ કરી, તેનાથી અમે લોકો કંટાળી ગયા છે.
આ પણ વાંચો…મહાયુતિમાં તિરાડ! શિવસેનાએ એક જ પરિવારના 6 સભ્યોને ટિકિટ આપતા ભાજપ નારાજ,



