ચાર વિધાન પરિષદના સભ્યને અધ્યક્ષની ગેરહાજરીમાં કાર્યવાહી ચલાવવાની સત્તા અપાઈ...

ચાર વિધાન પરિષદના સભ્યને અધ્યક્ષની ગેરહાજરીમાં કાર્યવાહી ચલાવવાની સત્તા અપાઈ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ સોમવારે ચાર વિધાનસભ્યોની બનેલી એક તાલિકા પેનલની જાહેરાત કરી જે તેમની ગેરહાજરીમાં રાજ્ય વિધાનસભાના ઉપલા ગૃહનું અધ્યક્ષપદ સંભાળશે. એનસીપીના ઇદ્રીસ નાઇકવાડી, ભાજપના અમિત ગોરખે, શિવસેનાના કૃપાલ તુમાને અને કોંગ્રેસના ડો. પ્રજ્ઞા સાતવને આ પેનલમાં નામાંકિત કરવામાં આવ્યા છે,’ એમ શિંદેએ રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે વિધાન પરિષદને જણાવ્યું હતું.

તાલિકાના સભ્યોને અધ્યક્ષની ગેરહાજરીમાં વિધાન પરિષદની કાર્યવાહી ચલાવવાની સત્તા આપવામાં આવી છે.
બાદમાં, અધ્યક્ષે પ્રખ્યાત ખગોળ ભૌતિકશાસ્ત્રી ડો. જયંત નારલીકર માટે શોક સંદેશ વાંચ્યો હતો, જેમનું તાજેતરમાં અવસાન થયું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button